પાકિસ્તાનની બે મોઢાની વાતને વિશ્વ આખુ હવે ઓળખી ચૂક્યું છે. હાથીનાં ખાવાનાં દાંત અલગ હોય છે અને બતાવવાનાં દાંત અલગ હોય છે, તે જ પ્રકારે પાકિસ્તાન બતાવે છે કઇંક અગલ અને વર્તે છે કઇંક અલગ. પાકિસ્તાનની મેલી મથરાવટી હવે વિશ્વનાં તમામ દેશ સામે ઉજાગર થઇ ચૂકી છે. અને આજ કારણે પાકિસ્તાનને આજે ફરી ફ્રાન્સ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે.
ફ્રેન્ચ રાજદ્વારી સૂત્રોનાં જણાવ્યા અનુસાર સુરક્ષા પરિષદમાં કાશ્મીરની ચર્ચા કરવામાં આવશે નહીં. ફ્રેન્ચ રાજદ્વારી દ્વારા વધુ જણાવવામાં આવ્યુ્ં હતું કે, અમારી સ્થિતિ ખૂબ સ્પષ્ટ છે. કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય રીતે વર્તવું પડશે. અમે આ અંગે તાજેતરમાં ન્યૂયોર્ક સહિત ઘણી વખત આ મામલો સ્પષ્ટ અને પ્રકાશિત કર્યો છે.
French diplomatic sources: Kashmir will not be discussed in the Security council today. Our position has been very clear. Kashmir issue has to be treated bilaterally. We have highlighted this several times recently, including in New York. pic.twitter.com/QToF3vt4ZI
— ANI (@ANI) December 17, 2019
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન દ્વારા જ્યારથી ભારત સરકારે કાશ્મીરમાંથી સ્પેશીયલ સ્ટેટસ એટલે કે, કલમ 370 હટાવી લીધી છે, ત્યારેથી વિશ્વભરમાં કાશ્મીર રાગ આલોપવામાં આવી રહ્યો છે. જ્યારે ખુદ પાકિસ્તાન સામે તેના જ કબજાના પ્રાંતો દમન થતો હોવાનાં દેખાવો કરી રહ્યા છે. તો પાકિસ્તાનમાં વસતા અનેક માઇનોરીટી સમુદાય પોતાનાં પર દમન થઇ રહ્યાનું પૂર્વે પણ અનેક વખત કહી ચૂક્યા છે અને હાલ પણ કહી રહ્યા છે. પાકિસ્તાન આતંકવાદનું જનક છે અને તે વિશ્વભરમાં એક કરતા વધારે વખત ભારત પ્રસ્તાપિત કરવામાં સફળ પણ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
