પાકિસ્તાન હંમેશા ભારતને કોઇને કોઇ રીતે નુકસાને પહોચાડવા વિશે જ વિચારી રહ્યુ હોય છે. હાલમાં સામે આવ્યુ છે કે, પાકિસ્તાન તેના સૌથી ખરાબ સમયથી નિકળી રહ્યુ છે. ત્યાની આર્થિક સ્થિતિ એટલી નબળી બની છે કે જેને તેમાથી બહાર લાવવો પણ એક ચેલેન્જ બરાબર છે. તેમ છતા પાકિસ્તાન પોતાના દેશને આ પરિસ્થિતિથી બહાર લાવવાની જગ્યાએ હજુ પણ ભારત પર હુમલા કરી આતંકની રમત રમવાની તૈયારીઓમાં લાગી ગયુ છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇનું નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ઝડપથી ફેલાઇ રહ્યું હોવાના અહેવાલ મળ્યા છે. એક અગ્રણી અખબારમાં આ અંગેનાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ તેની પ્રવૃતિને વધુ તેજ કરવાનાં પ્રયત્નમાં લાગી ગઇ છે.
આઇએસઆઇનો સંબંધ બાંગ્લાદેશી લોકોની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ હોવાનુ સામે આવી રહ્યુ છે. આ અંગેનો ધડાકો તાજેતરમાં મેરઠમાં યોજાયેલી એક બેઠક મારફતે કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન એક ચોંકાવનારી બાબત એ પણ સપાટી પર આવી છે કે પશ્ચિમી યુપીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ પણ ગુપ્તચર સંસ્થાઓને છેલ્લા કેટલાક સમયથી એક પણ ઇન્ટરનેશનલ કોલને ટ્રેસ કરવામાં સફળતા મળી નથી. આ મામલે મેરઠનાં કમીશનરે ગંભીર નોંધ લીધી છે. સાથે સાથે સર્વિલાન્સ સિસ્ટમને સક્રિય કરવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. ૨૧મી જાન્યુઆરીનાં દિવસે મેરઠમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ જિલ્લા વહીવટીતંત્રને આ સંબંધમાં અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો.
આ સિક્રેટ અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે મેરઠ મંડળનાં તમામ જિલ્લામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વારંવાર ગુપ્તરીતે અવર-જવર કરી રહ્યા છે. આવી સ્થિતીમાં લોક ઇન્ટેલિજન્સ યુનિટને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમની અવર-જવર હોવાથી ઇન્ટરનેશનલ કોલ સામે આવવાની શક્યતા રહે છે. આવી સ્થિતીમાં ધ્યાન નહી રાખવાની બાબતમાં મોટી ભુલ થઇ શકે છે. મદરસામાં ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે પશ્ચિમ યુપીનાં મદરસામાં બહારથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
