National news ભારતે પાકિસ્તાન અને POKમાં આવેલી આતંકી છાવણીઓમાં જે હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે. તે હવાઈ હુમલાઓમાં જમ્મુ અને કાશ્મીરમાં 3 અને પંજાબમાં 1 ફાઈટર જેટ ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક ઘટના પુલવામાના પંપોર, બીજી અખનૂર અને ત્રીજી રામબનની અને ચોથી ભટિંડામાંથી સામે આવી છે.
જેટ ક્રેશ નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, તેમણે 1 ફાઈટર ક્રેશને નજર સમક્ષ 1.30 વાગ્યાની આસપાસ જોયું હતું.ત્યારે આ ફાઈટર જેટ કયા દેશનું છે . તે જાણી શકાયું નથી,તો આ અંગે જ્યારે ભારતીય સેનાના નિવૃત અધિકારીને ફોટોગ્રાફ્સ બતાવતા તેમણે આ ફાઈટર જેટ પર નિશાનોના પ્રકારથી તે પાકિસ્તાની ફાઈટર જેટ જેએફ 17 હોવાનું જણાવ્યું હતું.તો તેમણે કહ્યું કે, તે કોઈ મોટા કદનું ફાઈટર જેટ નથી, તેનો રંગ દર્શાવે છે કે તે ફાઈટર જેટ ભારતીય નથી.
અખનૂરમાં એક ફાઈટર જેટ ક્રેશ થયો હોવાનું સામે આવ્યું છે જેથી કહેવામાં આવી રહ્યું છે કે, આ પાકિસ્તાની વાયુસેનાનું J-17 ફાઈટર જેટ છે. જોકે, હજુ સુધી તે વાતની પુષ્ટિ નથી થઈ, તો રામબનથી માત્ર એક ફાઈટર જેટ ક્રેશ થયો હોવાની માહિતી મળી છે.
ભારતીય સેનાએ જણાવ્યું કે, 6થી 7 મેના રોજ પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રિત રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો હતો. જેના લીધે 3 ભારતીય નાગરિકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
