Pakistan News: આજે શનિવારે 5.8 ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાનની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ધરતી ધ્રુજતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડવા લાગ્યા. થોડી જ વારમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ બપોરે 1 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. હજુ સુધી કોઈ પ્રકારના નુકસાન વિશે કોઈ માહિતી નથી. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર ભારતમાં પણ જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પંજાબના અમૃતસરથી 415 કિલોમીટર પશ્ચિમમાં હોવાનું કહેવાય છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું.
ભૂકંપ શા માટે થાય છે?
ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાજેતરના સમયમાં ભૂકંપની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, આ પ્લેટો ક્યારેક ફોલ્ટ લાઇન પર અથડાય છે, જેના કારણે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણમાંથી નીકળતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.
આ પણ વાંચો:ન્યૂ બ્રિટનના દરિયાકાંઠે વહેલી સવારથી ધરતી ધ્રૂજતી, 6.9ની તીવ્રતાના ભૂકંપના ખતરનાક આંચકા
આ પણ વાંચો:મ્યાનમાર અને ગુજરાતના ભૂજના ભૂકંપ વચ્ચે શું સામ્યતા છે ?
આ પણ વાંચો:મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 1000ને પાર, 2300 ઘાયલ…
