Navsari News : નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરિણામ બાદ ધમાલ મચી હતી. જેમાં ભાજપના હારેલા ઉમેદવાર હરીશ ઓડના સમર્થકોએ બબાલ કરી હતી. હરીશ ઓડના સમકર્થકોએ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રામબાબુ શુક્લાના સમર્થકો પર હુમલો કર્યો હતો.
ભાજપના ઉમેદવાર હરીશ ઓડ હાર પચાવી ન શકતા આ હુમલો કરાયો હોવાનું કહેવાય છે. બીજીરફ બીલીમોરા પોલીસે મધ્યસ્થી કરીને આ મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન બીલીમોરા પોલીસ મથકે ટોળું ભેગું થયું હતું.
જેને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે નહી તે માટે પોલીસે તમામને સમજાવી ટોળાને વિખેર્યું હતું.
આ પણ વાંચો: વિજય સરઘસ દરમિયાન અથડામણ, ચિતાખાના ચોક ખાતે ઘટના, SP ટીમ સાથે દોડી આવ્યા
આ પણ વાંચો: ચૂંટણીની જીતના માહોલ વચ્ચે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો જોવા મળ્યાં
આ પણ વાંચો: જામનગરની જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકામાં ભાજપનો વિજય
