Pappu Yadav Delhi Residence Chaos: બિહારના પૂર્ણિયાથી નિર્ભીક અને સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવના(Pappu Yadav) દિલ્હી સ્થિત નિવાસસ્થાને રવિવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન અને પોતાના પર લાગેલા આક્ષેપો પર સ્પષ્ટતા કરવા માટે બોલાવવામાં આવેલી આ પ્રેસ વાર્તા દરમિયાન સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, અને આ દરમિયાન એક શખ્સ છરી લઈને પહોંચી જતા અફરા-તફરી મચી ગઈ હતી.
#WATCH | The supporters of Independent MP from Purnea, Pappu Yadav, thrashed the person who allegedly tried to attack the MP while he was holding a press conference at his residence in Delhi. https://t.co/9rLRkBKL4V pic.twitter.com/DABmZMWsIS
— ANI (@ANI) August 2, 2026
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શું બન્યું?
પપ્પુ યાદવ(Pappu Yadav) સંસદમાં થયેલા વિરોધ પ્રદર્શનને લઈને મીડિયા સમક્ષ પોતાની વાત રાખી રહ્યા હતા, તે જ સમયે ત્યાં હાજર કેટલાક લોકોએ વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું.
જોતજોતામાં માહોલ ગરમાયો અને ચર્ચા ઉગ્ર નારેબાજી તથા ધક્કામુક્કીમાં ફેરવાઈ ગઈ. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે કાર્યક્રમમાં કુરસીઓ પણ ફેંકવામાં આવી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હંગામા વચ્ચે એક શખ્સ છરી લઈને હુમલો કરવા આવ્યો હતો. પપ્પુ યાદવના સમર્થકોએ સમયસૂચકતા વાપરીને હુમલાખોરને કાબૂમાં લઈ લીધો હતો, જેમાં એક સમર્થકને ઈજા પણ થઈ હોવાનો દાવો કરાયો છે.
Pappu Yadav અને તેમના વકીલની પ્રતિક્રિયા
આ ઘટના બાદ પ્રતિક્રિયા આપતા સાંસદ પપ્પુ યાદવ(Pappu Yadav) જણાવ્યું કે તેમના જ ઘરમાં તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હુમલાખોર છરી લઈને આવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ આનાથી ડરવાના નથી.
પપ્પુ યાદવના વકીલે દિલ્હી પોલીસ પર નાકામીનો આરોપ લગાવતા કહ્યું કે સોશિયલ મીડિયા(Social media) પર પપ્પુ યાદવનું શિરચ્છેદ કરવા માટે લાખોના ઇનામોની જાહેરાતો થઈ રહી હોવા છતાં સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી અને માત્ર ગણતરીના પોલીસકર્મીઓ(Police) જ તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:દિલ્હીમાં બ્લાસ્ટ, બિહાર ચૂંટણીમાં વ્યસ્તતા પર પપ્પુ યાદવે મોદી-શાહના રાજીનામાની માંગ કરી
આ પણ વાંચો:નીતિશ કુમારને લઈને અશ્વિની ચૌબેના નિવેદન પર પપ્પુ યાદવની પ્રતિક્રિયા

