Amreli News/ અમરેલી લેટરકાંડ મુદ્દે પરેશ ધાનાણીનું સરકારને અલ્ટીમેટમ

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર દીકરીને ન્યાય અપાવવા કાર્યવાહી કરે તેવી માગ કરી છે.

Top Stories Gujarat

Amreli News: અમરેલી(Amreli)માં બનાવટી લેટર કાંડ હવે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. કોંગી નેતા પરેશ ધાનાણીનો સરકારને પડકાર ફેંક્યો છે. આવતીકાલે 10 લાગ્યા સુધીમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા (Kaushik Vekariya) વિરુદ્ધ ગંભીર આરોપનો પત્ર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ પત્ર લખી આ અંગે જણાવ્યું હતું. કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતશત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર દીકરીને ન્યાય અપાવવા કાર્યવાહી કરે તેવી માગ કરી છે. આ માત્ર પાટીદાર જ નહીં, સમગ્ર સમાજની દિકરીઓની લડાઈ છે.  આંદોલન ફક્ત અમરેલી પૂરતું સીમિત નહીં રહે. ધાનાણીએ કહ્યું કે, આવતીકાલે આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટીદાર દીકરીના પડખે આવ્યા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, કહ્યું- ન્યાય નહીં મળે તો…

આ પણ વાંચો:પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે, પાટીદાર નેતાઓએ SP સહિતના પોલીસ અધિકારીઓની DGP ને ફરિયાદ કરશે

આ પણ વાંચો:પાટીદાર દીકરીના સરઘસ મામલે રાજકારણ ગરમાયું, સમાજના આગેવાનો થયા એકઠા