પ્રિયંકા અને નિક જોનસની ધામધૂમથી સગાઇ થઇ છે. જેમાં ઘણાં સેલિબ્રિટીઓએ પ્રિયંકા ચોપડા અને નિક જોનસને સગાઇની અને આગળનાં જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ લિસ્ટમાંથી એક નામ તેની બહેન પરિણીતી ચોપડાનું પણ છે. પરિણીતીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના માધ્યમે પ્રિયંકા અને નીક જોનાસને તેમની સગાઇ પર શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. પરિણીતીએ પોસ્ટમાં ભાવુક થઇ અને જણાવ્યું હતું કે……..
આજે મેં જાદુ અને પરીકથા જોયાં છે એ સાચા થયાનો આભાસ થઇ રહ્યો છે. મને હજુ પણ યાદ છે જ્યારે અમે બાળકો હતા. મીમી દીદી અને હું “ઘર-ઘર” રમતા હતા. અમે શરમાળ સ્ત્રી બનવાનાં નાટકો કરતા હતા, અમારાં કાલ્પનિક બાળકો પણ હતા અને અને અમારા પતિઓને અમે ચા પણ આપતા હતા. , તે કારણ કે અમે હંમેશાં પ્રેમના જાદુમાં વિશ્વાસ રાખતા હતા અને આશા રાખતા હતા કે આપણે બંને એક દિવસ યોગ્ય વ્યક્તિ મળશે!!
આવું વ્યક્ત કરતા સાથે જ પરિણીતી ચોપડાએ નિક જોનાસને કહ્યું હતું કે, તમે પ્રિયંકાને ખુબ જ પ્રેમ કરજો કારણ કે પ્રિયંકા તમને પાગલોની જેમ પ્રેમ કરે છે. તેનું ધ્યાન રાખજો.
