જીવન અને મૃત્યુ, આ બે વસ્તુઓ જીવનનું સૌથી મોટું સત્ય છે. જો કે ઘણી વખત લોકો મોટને ટચ કરીને પરત આવી જાય છે. આજનાં સમયમાં સોશિયલ મીડિયા પર દરેક પ્રકારનાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આજકાલ પેંગ્વિનને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મોતને ટચ કરીને ટકથી પાછા આવી ગયા હતા.
આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ
આ જોયા પછી તમારા શ્વાસ પણ રોંકાઈ જશે. જણાવી દઇએ કે, તમે બધાએ ઘણીવાર ફિલ્મોમાં જોયું હશે કે હીરો કે વિલન અદ્ભુત સ્ટંટ કરે છે, તે જોઈને હવે શું થશે? આ દરમિયાન ક્યારેક એવું લાગે છે કે તે હવે મરી ગયા, પરંતુ તેમના જીવવાનો જુસ્સો અને હિંમત તેમને બચાવે છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ બન્યું છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક પેન્ગ્વિન જામી ગયેલા બરફ પર ચાલતા ચાલતા ક્યાંક જાય છે, પરંતુ થોડે દૂર ગયા પછી બરફનો મોટો ભાગ તૂટવા લાગે છે. આ જોઈને, પેંગ્વિન પીછે હઠ કરે છે, પરંતુ એક પેંગ્વિન ખૂબ જ આગળ વધી જાય છે, અને તે ફસાઈ જાય છે. તે પછી પણ તે હાર માનતો નથી અને થોડીક સેકન્ડો વિચારીને અચાનક ઝડપથી આગળ દોડવા લાગે છે અને અંતે હિંમત બતાવીને તે કોઈક રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ થાય છે.
https://twitter.com/AwanishSharan/status/1480183539391885314?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1480183539391885314%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newstracklive.com%2Fnews%2Fpenguin-survives-death-shocking-video-goes-viral-on-social-media-sc108-nu612-ta612-1484784-1.html
આ પણ વાંચો – OMG! / જલ્દી જ બંધ થવાનો છે ધરતીનો આ નરકનો દરવાજો, છેલ્લા 50 વર્ષથી સતત નિકળી રહી છે આગ
હવે આ વીડિયોને જોઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તેને જોયા બાદ કેટલાક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, તેમના શ્વાસ ખરેખર બંધ થઈ ગયા છે. આ રોમાંચક વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા તેમના ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, “‘જીવન’ અને ‘મૃત્યુ’ વચ્ચે માત્ર આટલું જ અંતર હોય છે.” 33 સેકન્ડનાં આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ અને લાઈક કરી ચૂક્યા છે.
