આજે દેશમાં કોરોના મહામારીએ લોકોને ખૂબ ડરાવી દીધા છે. રોજ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. આજે દેશ માટે એવો કપરો સમય ચાલી રહ્યો છે જ્યા દેશની જનતા હોસ્પિટલ, બેડ્સ, ઓક્સિજન, વેન્ટિલેટર માટે ભટકી રહી છે. જો કે વેક્સિનનાં પ્રોડક્શનની સાથે લોકોને આશા બંધાઇ છે કે તેઓ હવે આ મહામારી સામે લડી શકશે, પરંતુ હાલમાં તેની પણ અઠતનું સંકટ ઉભુ થયુ છે. હવે આ અછતનાં કારણે લોકો ઘરનાં દેશી નુસખા અપનાવાનું પણ શરૂ કરી રહ્યા છે.

રાજકારણ / રેતીમાં માંથુ નાખવું સકારાત્મક નહી, દેશવાસીઓ સાથે છેતરપિંડી છેઃ રાહુલ ગાંધી
આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયાથી લઇને તમામ મંચોમાં આ વાયરસથી બચવા માટે લોકો ઘરેલું ઉપાય આપી રહ્યા છે. કેટલાક ચા અને ઉકાળો પીવાનું સૂચન કરી રહ્યા છે અને કેટલાક ખડક મીઠું લેવાનુ કહી રહ્યા છે. વળી પ્રતિરક્ષા વધારવાના નામે ગાયનાં છાણ અને ગૌમૂત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો કહે છે કે કોરોના સંક્રમણને દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગાયનું છાણ એક દેશી પદ્ધતિ છે. લોકો માને છે કે ગાયનું છાણ અને ગૌમૂત્રનો લેપ કોરોના મહામારીને ટાળી શકે છે અને પ્રતિરક્ષા પણ વધારી શકે છે. એક અહેવાલમાં સામે આવ્યુ છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં ઘણા લોકો ગૌશાળાઓ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેઓ આશા રાખે છે કે શરીર પર ગાયનાં છાણ અને ગૌમૂત્ર લેપનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેમને કોવિડથી બચાવશે. સોશિયલ મીડિયામાં ગાયનાં છાણથી કોરોના સામે રક્ષણ મળે છે તે વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો હવે તેમના શરીર ઉપર ગાયનું છાણ લગાવી રહ્યા છે. ગાયનું છાણ અને ગૌમૂત્રનાં મિશ્રણનો લેપ લગાવ્યા પછી, આ લોકો તેને સુકાઈ જાય તેની રાહ જુએ છે. પછી આ મિશ્રણને દૂધ અથવા છાશથી ધોવે છે. આવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. દેશનાં ડોકટર્સ ગાયનાં છાણનાં ઉપયોગને લઇને ચેતવણી આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક માને છે કે તે કોરોના મહામારીથી બહાર આવવા માચે ગાયનું છાણ અને ગૌમૂત્ર જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

રસીકરણ / દિલ્હીમાં વેક્સિનને લઈ ઉપ-મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ભારત બાયોટેકે રાજધાનીમાં રસી આપવાનો કર્યો ઇનકાર
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જે.એલ. જયલાલે કહ્યું કે, કોવિડ-19 સામે પ્રતિરક્ષા વધારવા માટે ગાયનાં છાણ અથવા ગૌમૂત્ર કામ કરે છે તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી, તે સંપૂર્ણ વિશ્વાસ પર આધારિત છે. “આપને જણાવી દઇએ કે, દેશનાં ઘણા રાજ્યોમાં, છેલ્લા કેટલાક અઠવાડિયાથી લોકોએ તેમના શરીરને ગાયનાં છાણ અને ગૌમૂત્રથી કવર કરી દીધુ છે. લોક મોટી સંખ્યામાં ગૌશાળાની મુલાકાત લઈ રહ્યાં છે. તેઓ આશા રાખે છે કે આ તેમની રોગપ્રતિકારક શક્તિને વેગ આપશે અથવા કોરોના વાયરસથી મુક્ત થવા માટે મદદ કરશે.

