ભાવવધારો/ પેટ્રેાલ-ડીઝલના ભાવમાં ફરી કરવામાં આવ્યો વધારો,જાણો વિગત

પેટ્રોલ અને ડીઝલમાં ફરી વાર વધારો કરવામાં આવ્યો છે પ્રતિ લીટર અનુક્રમે 80 અને 82 પૈસાનો  વધારો કરવામાં આવ્યો છે. હવેથી રોજેરોજ ભાવ વધારાની પણ શક્યતા છે.

Top Stories India
3 36 પેટ્રેાલ-ડીઝલના ભાવમાં ફરી કરવામાં આવ્યો વધારો,જાણો વિગત

પેટ્રોલ ડીઝલના ભાવ ફરીથી વધારો
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.87
અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂ. 89.91
પેટ્રોલમાં ફરીથી 80 પૈસાનો વધારો
ડીઝલમાં ફરીથી 82 પૈસાનો વધારો

યુક્રેન અને રશિયાના યુદ્વના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો થતાં દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો જ હતો જે અતર્ગત આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો હતો ,હવે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે,પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો થયો છે, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક તેલની કિંમતોમાં વધારો થવાને કારણે થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ફરી વાર વધારો કરવામાં આવ્યો છે પ્રતિ લીટર અનુક્રમે 80 અને 82 પૈસાનો  વધારો કરવામાં આવ્યો છે. હવેથી રોજેરોજ ભાવ વધારાની પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલના ભાવ વધતા અમદાવાદમાં પેટ્રોલની નવી કિમત 95,87 અને ડીઝલમાં 89.91 રૂપિયા થઇ છે, આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારાના લીધે ઙભાવમાં હજુપણ ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે. રશિયા અને યુક્રેનના યુદ્વની અસરથી ક્રુડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે જેના લીધે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે.