ભાવવધારો/ પેટ્રોલ 254 રૂપિયા પ્રતિ લિટર,એક જ દિવસમાં અધધ ભાવ વધારો

રશિયા-યુક્રેન યુદ્ધથી જ્યાં એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. મોટા ભાગના દેશમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો છે

Top Stories World

રશિયા-યુક્રેન યુદ્ધથી જ્યાં એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. મોટા ભાગના દેશમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પાડોશી દેશ ઇન્ડિયન ઓઇલે એક જ દિવસમાં પેટ્રોલની કિંમતમાં 50 રૂપિયા (શ્રીલંકન રૂપિયા) સુધીનો વધારો કર્યો છે અને ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે.

શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય કરતી લંકા ઈન્ડિયન ઓઈલ કંપની (LIOC)એ શુક્રવારથી અહીં પેટ્રોલની છૂટક કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે લંકા ઇન્ડિયન ઓઇલે અહીં ઇંધણના ભાવમાં વધારો કર્યો છે.

પીટીઆઈના સમાચાર અનુસાર, LIOCના એમડી મનોજ ગુપ્તાનું કહેવું છે કે ડૉલરની સરખામણીએ શ્રીલંકાના રૂપિયાની કિંમત 7 દિવસમાં 57 રૂપિયા ઘટી ગઈ છે. આ સિવાય રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધોને કારણે પણ તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે. LIOCને પેટ્રોલ અને ડીઝલ પર સરકાર તરફથી કોઈ સબસિડી મળતી નથી. તેથી શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તે મુજબ વધારવો પડશે. LIOC એ ભારતની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલની પેટાકંપની છે. જોકે, શ્રીલંકાની સરકારી માલિકીની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને તેમની કિંમતોમાં વધારો કર્યો નથી.

લંકા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ વધારા બાદ અહીં સ્થાનિક ચલણમાં એક લીટર પેટ્રોલની કિંમત 254 રૂપિયા અને ડીઝલની કિંમત 214 રૂપિયા થઈ ગઈ છે. શ્રીલંકા હાલમાં કેટલાક દાયકાઓમાં તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેના કારણે સ્થાનિક ચલણનું તીવ્ર અવમૂલ્યન થયું છે.