Not Set/ PM મોદી આજે બિહારની મુલાકાતે, નીતિશકુમારે પટના એરપોર્ટ પર કર્યું સ્વાગત

  પટના: શિખ ગુરુ ગોવિંદ સિંહના 350મા પ્રકાશોત્સવ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પટણા પહોચ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ બપોરે કાર્યક્રમમાં ભાગ લીધા પછી દિલ્લી માટે રવાના થશે. પ્રધાનમંત્રીના પટણા આગમનને લઈને રાજધાનીમાં, ખાસ કરીને કાર્યક્રમ સ્થળે ગાંધી મેદાનમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 350મા પ્રકાશોત્સવના […]

Uncategorized
pm modi and nitish kumar 650x400 71483598554 1 PM મોદી આજે બિહારની મુલાકાતે, નીતિશકુમારે પટના એરપોર્ટ પર કર્યું સ્વાગત

 

પટના: શિખ ગુરુ ગોવિંદ સિંહના 350મા પ્રકાશોત્સવ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પટણા પહોચ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમનું સ્વાગત કર્યું હતું.

પીએમ બપોરે કાર્યક્રમમાં ભાગ લીધા પછી દિલ્લી માટે રવાના થશે. પ્રધાનમંત્રીના પટણા આગમનને લઈને રાજધાનીમાં, ખાસ કરીને કાર્યક્રમ સ્થળે ગાંધી મેદાનમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

350મા પ્રકાશોત્સવના મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સિવાય ઘણા કેંદ્રીય મંત્રી પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત ઘણા અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ભાગ લેશે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને પટણાની સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખવામાં આવી છે. પટણાના જિલ્લાધિકારી સંજય કુમાર અગ્રવાલે કહ્યું, પ્રધાનમંત્રીના આગમનને લઈને તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. એરપોર્ટથી લઈને ગાંધી મેદાન સુધી સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.