PM Modi Diplomatic Dilemma: ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે એક અનોખા ‘ડિપ્લોમેટિક ટગ-ઓફ-વોર’ (રાજદ્વારી ખેંચતાણ) નો સામનો કરી રહ્યા છે. એક તરફ પડોશી દેશ બાંગ્લાદેશમાં નવી સરકારનો શપથવિધિ સમારોહ છે, તો બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ક્યાં હાજરી આપશે, તેના પર આખા વિશ્વની નજર છે.
તારિક રહેમાન લેશે પીએમ પદના શપથ
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના ચેરમેન તારિક રહેમાન 17 ફેબ્રુઆરીના રોજ ઢાકાના નેશનલ પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. ઢાકાએ આ ખાસ પ્રસંગ માટે પીએમ મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. તારિક રહેમાન દક્ષિણ એશિયાઈ દેશોના સંગઠન ‘SAARC’ ને ફરી સક્રિય કરવા માંગે છે, જેની શરૂઆત તેમના પિતા ઝિયાઉર રહેમાને કરી હતી.

મુંબઈમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મહત્વની બેઠક
બીજી તરફ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 16 ફેબ્રુઆરીથી ભારત પ્રવાસે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીએ મુંબઈના રાજભવનમાં મોદી (PM Modi) અને મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક અને ઘણા મહત્વના MoU પર હસ્તાક્ષર થવાના છે. ફ્રાન્સ ભારતનો વ્યૂહાત્મક મિત્ર હોવાથી આ મુલાકાત અત્યંત મહત્વની મનાય છે.
PM Modi : ભારત માટે કેમ છે ધર્મસંકટ?
ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને ‘રીસેટ’ કરવા માંગે છે, પરંતુ ઉતાવળ કરવાના મૂડમાં નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ ઢાકાના સમારોહમાં આમંત્રણ અપાય તેવી શક્યતા છે. જો પીએમ મોદી ઢાકા નથી જતા, તો ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ. જયશંકર અથવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન કરી શકે છે.
તારિક રહેમાનનું બદલાયેલું વલણ
ચૂંટણી જીત્યા બાદ તારિક રહેમાને પહેલીવાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમે બાંગ્લાદેશના હિતોને સર્વોપરી રાખીશું. ચીન અમારો વિકાસ ભાગીદાર છે અને અમે ભારત સાથે પણ રચનાત્મક રીતે જોડાવા તૈયાર છીએ.” શેખ હસીનાને ભારતથી પરત લાવવા અંગે તેમણે કહ્યું કે આ એક કાનૂની પ્રક્રિયા છે.
આ પણ વાંચો:એપસ્ટિન કેસમાં નવો વિવાદ, અમેરિકાએ નકલી AI વીડિયો જાહેર કર્યો, DOJ પર ગંભીર સવાલો ઉઠયા
આ પણ વાંચો:એપસ્ટીન ફાઈલોનો વિસ્ફોટ, ટ્રમ્પનું નામ 38 હજાર વખત, 10 દેશોમાં રાજીનામાની આંધળી
આ પણ વાંચો:ટ્રમ્પ 14 વર્ષની છોકરી-ક્લિન્ટન અને અજાણી સ્ત્રી, એપ્સ્ટાઈન ફાઈલોથી અમેરિકા હચમચ્યું
