Not Set/ PM મોદીએ વેક્સીન બનાવતી ત્રણ ટીમો સાથે કરી ઓનલાઇન બેઠક

કોરોના વાયરસ વેક્સીનનાં અહેવાલોની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Covid-19 વેક્સીનને વિકસિત કરી રહી અને ઉત્પાદન કરી રહેલી ત્રણ ટીમો સાથે બેઠક યોજી હતી. PM મોદીએ કંપનીઓને સૂચન આપ્યું હતું કે, તે લોકો Covid-19 વેક્સીનની અસરકારકતા સહિત તેનાથી જોડાયેલા અન્ય મામલાને સરળ ભાષામાં માહિતી આપવા માટે વધારાના પ્રયત્નો કરે. પીએમઓ અનુસાર વડા પ્રધાન મોદીએ […]

Top Stories India

કોરોના વાયરસ વેક્સીનનાં અહેવાલોની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Covid-19 વેક્સીનને વિકસિત કરી રહી અને ઉત્પાદન કરી રહેલી ત્રણ ટીમો સાથે બેઠક યોજી હતી. PM મોદીએ કંપનીઓને સૂચન આપ્યું હતું કે, તે લોકો Covid-19 વેક્સીનની અસરકારકતા સહિત તેનાથી જોડાયેલા અન્ય મામલાને સરળ ભાષામાં માહિતી આપવા માટે વધારાના પ્રયત્નો કરે.

પીએમઓ અનુસાર વડા પ્રધાન મોદીએ આ કંપનીઓમાં Covid-19 સાથેનાં વ્યવહાર માટે વેક્સીન સમાધાન સાથે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી છે. આ સમય દરમિયાન વેક્સીનનાં વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મની ક્ષમતા અંગે પણ ચર્ચા કરવામા આવી હતી. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ ભારત સહિત અન્ય દેશોમાં હજુ પણ કહેર વરસાવી રહ્યો છે. આ વાયરસથી બચવા માટે, ભારત સહિત વિશ્વનાં બાકીનાં ભાગોમાં પણ વેક્સીન વિકસાવવામાં આવી રહી છે અને ટ્રાયલનાં વિવિધ તબક્કે છે. દરેકની નજર આ સમયે વેક્સીન ઉપર અટકી રહી છે.

અમદાવાદવાસીઓ આનંદો : ગૃહમંત્રી અમીત શાહે બે ઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ

દેર આયે દુરસ્ત આયે, રાજકોટની શિવાનંદ હોસ્પિટલની આગ બાદ મનપા શરૂ કરશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

રાજકોટ જિલ્લો કોરોનાનો ગઢ બન્યો, સંક્રમિતોની સંખ્યા 16 હજારને પાર

વેક્સીન અંગે આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન કહે છે કે, આવતા વર્ષનાં પ્રથમ ત્રણ-ચાર મહિનામાં આપણે દેશની જનતા માટે આ વેક્સીન ઉપલબ્ધ કરાવી શકીએ તેવી સંભાવના છે. જુલાઈ-ઓગસ્ટમાં અમારી યોજના છે કે અમે લગભગ 25-30 કરોડ લોકોને વેક્સીન આપીશું. અમે તે મુજબ તૈયારી કરી રહ્યા છીએ. હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે, Covid-19 ને ટાળવા માટે યોગ્ય વર્તનને યાદ રાખવા અને તેનું પાલન કરવા, જેમ કે માસ્ક પહેરવા અને સામાજિક અંતરને અનુસરવુ આ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.