Not Set/ પીએમ મોદીએ આઈજોલમાં કર્યું હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના રાજ્ય મિઝોરમની મુલાકાતે અઈજોલ પહોંચ્યા હતા. અઈજોલમાં પીએમ મોદીએ તુઈરિલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ જણાવ્યું, આ હાઇડ્રો પ્રોજેક્ટ મિઝોરમમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલો મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને સૌ પ્રથમ વર્ષ ૧૯૯૮માં અટલ બિહારી વાજપાયીએ મંજૂરી આપી હતી, જો કે પછીથી એ પૂર્ણ કરવામાં ખાસો […]

India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના રાજ્ય મિઝોરમની મુલાકાતે અઈજોલ પહોંચ્યા હતા. અઈજોલમાં પીએમ મોદીએ તુઈરિલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ જણાવ્યું, આ હાઇડ્રો પ્રોજેક્ટ મિઝોરમમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલો મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને સૌ પ્રથમ વર્ષ ૧૯૯૮માં અટલ બિહારી વાજપાયીએ મંજૂરી આપી હતી, જો કે પછીથી એ પૂર્ણ કરવામાં ખાસો સમય લાગ્યો હતો. આ પ્રોજેક્ટનું પૂર્ણ થવું એ નોર્થ ઇસ્ટ રાજ્યોમાં ચાલી રહેલા વિકાસના કાર્યો પૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પીએમ મોદીએ વધુમાં જણાવતા કહ્યું, અટલ બિહારી વાજપાયીના કાર્યકાળમાં નોર્થ ઇસ્ટના વિકાસ માટે અનેક કાર્યો થયા છે. નોર્થ ઇસ્ટ રાજ્યોના વિકાસ માટે અમે પણ એ જ રસ્તે ચાલી રહ્યાં છીએ. હવે તમારે લોકોએ સમસ્યાઓને લઇ દિલ્હી જવાની જરૂર નથી. તમારી સમસ્યાઓના સમાધાન માટે દિલ્હીથી અધિકારીઓ તમારી પાસે આવશે. અમે આ નીતિને “ડોનર” (DONER) મંત્રાલયનું નામ આપ્યું છે. ડોનરનો અર્થ છે, “મિનિસ્ટ્રિ ફોર ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિજન”.