વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે ફ્રાંસ, યુએઇ, અને બહેરીનના પ્રવાસે જવા માટે રાવાના થઇ ગયા છે. PM મોદીનાં આ પ્રવાસની ખાસ વાત એ છે કે, આ ત્રણેય દેશોએ કાશ્મીર મુદ્દે અને કલમ 370 મામલે ભારતનું ખુલ્લેઆમ સમર્થન કર્યુ છે. વડાપ્રધાન મોદી પહેલાં ફ્રાંસ જશે, જયાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોની સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ અને ચર્ચા કરશે. ચર્ચાના એજન્ડામાં રક્ષા સહયોગ, ઉર્જા, સમુદ્ર સહયોગ અને આતંકવાદ વિરોધી ઉપાય મુખ્ય રહેશે.

બાદ PM મોદી યુ.એ.ઇ અને બહેરીનની મલાકાત લેશે. યુ.એ.ઇ.નાં ભારત સાથે ગાઢ સંબંધ છે. PM મોદી અબુધાબીનાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની સાથે મુલાકાત કરશે. જેમાં ક્ષેત્રિય અને પરસ્પર આંતરરાષ્ટ્રીય મામલાઓ પર ચર્ચા થશે..PM, ૨૪ અને ૨૫ ઓગસ્ટે બહેરીનનો પ્રવાસ ખેડશે. PM મોદી ભારતનાં પહેલા પ્રધાનમંત્રી છે, જેઓ બહેરીનનો પ્રવાસ કરી રહયા છે. પ્રવાસ દરમિયાન PM મોદી, પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી આંતરરાષ્ટ્રી મામલાઓની ચર્ચા કરશે. 25 ઓગસ્ટે મોદી ફ્રાંસન બિયારીટજ નગરમાં યોજાનારા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોચશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પેરિસથી 60 કિમી દૂર ઓઇઝમાં સ્થિત 19મી સદીના શેટો ડી ચેંટિલીમાં મોદી માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રાન્સની મલાકાત દરમ્યાન PM મોદી ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કરશે. સાથે સાથે મોદી નીડ ડી એગલમાં એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા ભારતીયોની યાદમાં બનાવાયેલા સ્મારકને ખુલ્લું મુકશે.

ભારતમાં ફ્રાન્સનાં રાજદૂત એલેક્ઝાન્ડર જીગલરે ટ્વીટ કર્યું છે કે, PM મેક્રોન અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર સમ્મેલનને લઇને ફ્રાન્સની સાંસ્કૃતિક વારસામાં પૈકીનું એક શહરે શેટો ડી ચેંટિલી સંપૂર્ણ રીતે સજ્જ છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રાન્સની દ્વીપક્ષીય યાત્રા દરમિયાન વિજ્ઞાન, જળવાયુ પરિવર્તન, ફાઈનાન્સિંગ, ગ્રીન ટેક્નોલોજીમાં સહયોગ, ડિજિટલ અને સાઇબરસ્પેસ જેવા નવા ક્ષેત્રોમાં ભાગીદારી પર ભાર રહેશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
