- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 29 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.
- સુરતથી ગુજરાત પ્રવાસની શરૂઆત થશે.
- સવારે 11 વાગ્યે સુરતમાં કાર્યક્રમ યોજાશે. બપોરે 2 વાગ્યે ભાવનગરના કાર્યક્રમમાં હાજર રહેશે.
- સાંજે 7 વાગ્યે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.
- રાત્રે 9 વાગ્યે અમદાવાદ GMDCમાં નવરાત્રિ મહોત્સવમાં હાજર રહેશે.
ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસો વધી ગયા છે, પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાન છે તેઓ આ વખતે અમદાવાદને મેટ્રોની સૈાથી મોટી ભેટ આપવાના છે,આ ઉપરાત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવાના છે. આ સાથે જ 30મી સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. આ ઉપરાંત મેટ્રો ફેઝ 1નું ઉદ્ઘાટન પણ કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હશે ત્યારે નવરાત્રીની ઉજવણી ચાલતી હશે. તો આ દરમિયાન નરેન્દ્ર મોદી અંબાજી અંબે માતાના દર્શન કરવા જવાના છે. આ સાથે જ માતા અંબાના દર્શન કરી પૂજા કરશે. આ ઉપરાંત તેઓ ગબ્બર પણ જશે અને ત્યાં મહાઆરતીમાં પણ ભાગ લેશે.
29મી સપ્ટેમ્બરનો કાર્યક્રમ
11.00 વાગ્યે – લંચ કરશે, દેશને સુરતનો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડેડિકેટ કરશે
2.00 વાગ્યે – ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ભાવનગર
5.00 વાગ્યે – મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે.
7.00 વાગ્યે – ગાંધીનગરના જીએમડીસી ગ્રાઉન્ડની નવરાત્રિમાં ભાગ લેશે
30મી સપ્ટેમ્બરનો કાર્યક્રમ
10.25 વાગ્યે – ગાંધીનગરથી રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે
11.25 વાગ્યે – કાલુપુર મેટ્રો રેલ સ્ટેશનમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રદર્શનમાં ભાગ લેશે
11.30 વાગ્યે – કાલુપુર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે અને તેમાં બેસશે
12.00 વાગ્યે – અમદાવાદ મેટ્રો ફેઝ 1 અને વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે
5.45 વાગ્યે – અંબાજીમાં વિકાસના કાર્ય માટે ખાતમૂર્હુત કરશે
7.00 વાગ્યે – અંબાજી મંદિરમાં દર્શન સહિત પૂજા કરશે
7.45 વાગ્યે – ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે
