UPI transaction/ UPI ટ્રાન્ઝેક્શન પર PM મોદીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં UPI રોકડને પાછળ છોડીને સૌથી લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે ​​UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને લઈને મોટું નિવેદન આપ્યું છે

Top Stories Trending Business
UPI Transactions

UPI Transactions: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે ​​UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે UPI ભારતમાં સૌથી વધુ પસંદગીની પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે અને ટૂંક સમયમાં જ રોકડ વ્યવહારોથી આગળ નીકળી જશે. ભારત અને સિંગાપોર વચ્ચે આજે ક્રોસ બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આમાં ભારતના UPIને સિંગાપોરના PayNow સાથે જોડવામાં આવ્યું છે.

પીએમ મોદી અને સિંગાપોરના(UPI Transactions) પીએમ લી સિએન લૂંગ બંને દેશોની પેમેન્ટ કનેક્ટિવિટી શરૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં દેશભરમાં 74 અબજ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 126 ટ્રિલિયન રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. ભારતમાં UPIની સફળતા જોઈને હવે અન્ય દેશો પણ આ નવી સિસ્ટમ સાથે જોડાઈ રહ્યા છે.

આ પ્રસંગે, PM એ એમ પણ કહ્યું કે ઘણા નિષ્ણાતો માને છે કે ટૂંક સમયમાં UPI રોકડને પાછળ છોડી દેશની સૌથી લોકપ્રિય ચુકવણી સિસ્ટમ તરીકે ઉભરી આવશે. આ સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે તે દર્શાવે છે કે ભારતમાં બનેલી આ પેમેન્ટ સિસ્ટમ બિલકુલ સુરક્ષિત છે.

A new milestone in India-Singapore relations as we link real-time digital payments systems. 🇮🇳 🇸🇬 https://t.co/SubBSNyMO8

ઉલ્લેખનીય છે કે, UPI-Pay Now લિંક લોન્ચ થયા બાદ બંને દેશો વચ્ચે પૈસાની લેવડદેવડ ખૂબ જ સરળ થઈ જશે. આજથી, લોકો UPI દ્વારા સિંગાપોરમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે જેમ તેઓ ભારતમાં પૈસા ટ્રાન્સફર કરે છે. આજથી સિંગાપોરમાં રહેતા ભારતીયો Pay Now અને UPI દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને ઈન્ડિયન બેંકના ગ્રાહકોને પૈસા લેવા અને આપવા બંનેની સુવિધા મળશે. જયારે, એક્સિસ બેંક અને ડીસીબી બેંકના ગ્રાહકો માત્ર પૈસાનો ઓર્ડર આપી શકે છે.