‘મમતા’ નું ગઢ એટલે કે પશ્ચિમ બંગાળમાં આજે (શનિવારે) પીએમ મોદી તેમની બે દિવસીય મુલાકાતે કોલકાતા પહોંચી રહ્યા છે. અહીં તેઓ રાજભવન ખાતે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળશે. વળી, પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સીપીઆઇ અને કોંગ્રેસે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નાં મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.

વડાપ્રધાન મોદીનાં પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાત પર હવે ગો બેક નાં પોસ્ટર લઇને લોકોએ નારા લગાવવાનું શરૂ કરી દીધુ છે. જણાવી દઇએ કે, આજે પીએમ મોદી બે દિવસની યાત્રા માટે કોલકતા પહોચવાના છે. જણાવી દઇએ કે, જો પીએમ મોદી માર્ગ દ્વારા રાજભવન જાય છે, તો એરપોર્ટથી રાજભવન સુધીનો આખો માર્ગ તેના માટે બેરિકેટ થઈ ગયો છે. આ સાથે સમગ્ર માર્ગ ઉપર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
West Bengal Chief Minister Mamata Banerjee to be present at interactive light and sound show to be inaugurated by Prime Minister Narendra Modi at Millenium Park in Kolkata today. (file pics) pic.twitter.com/7tXIVWHoSD
— ANI (@ANI) January 11, 2020
વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની કામગીરીને ધ્યાનમાં રાખીને રાજભવનની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજભવન અને એરપોર્ટની આજુબાજુ મોટી સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કોલકાતાનાં મિલેનિયમ પાર્કમાં યોજાનારા આકર્ષક લાઇટ એન્ડ સાઉન્ડ શો ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
I am excited to be in West Bengal today and tomorrow. I am delighted to be spending time at the Ramakrishna Mission and that too when we mark Swami Vivekananda’s Jayanti. There is something special about that place.
— Narendra Modi (@narendramodi) January 11, 2020
પશ્ચિમ બંગાળ પ્રવાસ પૂર્વે, પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું કે, તેઓ આજે અને આવતીકાલે પશ્ચિમ બંગાળમાં રોકાવા માટે ઉત્સાહિત છે. વિવેકાનંદ જયંતિ નિમિત્તે રામકૃષ્ણ મિશનમાં સમય પસાર કરવાને લઇને હું ઉત્સાહિત છું, તે સ્થાન વિશેષ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
