Not Set/ પીએમ મોદીએ કર્યા દ્વારકાધીશના દર્શન

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોચી ટૂંકા રોકાણ બાદ દ્વારકા પહોચ્યા છે. જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી મંદિરમાં પૂજા કરી હતી. પીએમ મોદીએ ત્યાં ઉપસ્તિથ લોકો સાથે પણ મળ્યા હતા. દ્વારકામાં પીએમ મોદી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 પર દ્વારકા અને ઓખા વચ્ચેના હસ્તાક્ષરિત પુલનું ખાતમુહૂર્ત કરશે. આ પુલનો પ્રોજેક્ટનો કુલ ખર્ચ 962 કરોડ છે. […]

India

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોચી ટૂંકા રોકાણ બાદ દ્વારકા પહોચ્યા છે. જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી મંદિરમાં પૂજા કરી હતી. પીએમ મોદીએ ત્યાં ઉપસ્તિથ લોકો સાથે પણ મળ્યા હતા.

દ્વારકામાં પીએમ મોદી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 પર દ્વારકા અને ઓખા વચ્ચેના હસ્તાક્ષરિત પુલનું ખાતમુહૂર્ત કરશે. આ પુલનો પ્રોજેક્ટનો કુલ ખર્ચ 962 કરોડ છે. આ ઉપરાંત મોદી ગુજરાતમાં 5,825 કરોડ રૂપિયાના ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે.

બીજી બાજુ સમગ્ર દ્વારકામાં પીએમ મોદીના આગમનને લઇ એસપીજી અને પોલીસ દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વહીવટી તંત્રને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.