Not Set/ રથયાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાથનાં વધામણાને લઇને તંત્ર સજ્જ

ભાવનગર, ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળશે. ત્યારે આ રથયાત્રામાં પુરતો બંદોબસ્ત ગોઠવવા  પોલીસની ટુકડીઓ તૈયાર થઇ ગઈ છે.જેમાં સાત સેક્ટરમાં રથયાત્રાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડી.આઈ.જી-એસ.પી સહિતના પાંચ હજાર જવાનો આ રથયાત્રા બંદોબસ્તમાં તેનાથ કરશે. બંદોબસ્ત અંગેની જાણકારી આપવા માટે જીલ્લા પોલીસવડા દ્વારા એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રથયાત્રા બંદોબસ્ત અંગેની […]

Top Stories Gujarat Trending
bhavnagar રથયાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાથનાં વધામણાને લઇને તંત્ર સજ્જ

ભાવનગર,

ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળશે. ત્યારે આ રથયાત્રામાં પુરતો બંદોબસ્ત ગોઠવવા  પોલીસની ટુકડીઓ તૈયાર થઇ ગઈ છે.જેમાં સાત સેક્ટરમાં રથયાત્રાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડી.આઈ.જી-એસ.પી સહિતના પાંચ હજાર જવાનો આ રથયાત્રા બંદોબસ્તમાં તેનાથ કરશે.

બંદોબસ્ત અંગેની જાણકારી આપવા માટે જીલ્લા પોલીસવડા દ્વારા એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રથયાત્રા બંદોબસ્ત અંગેની જાણકારી આપવામાં આવી હતી.

bhavnagar 1 રથયાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાથનાં વધામણાને લઇને તંત્ર સજ્જ

જેમાં ભાવનગરમાં પરંપરાગત રીતે નીકળનારી આ રથયાત્રાનો પ્રારંભ ભગવાનેશ્વર મંદિરથી થશે અને આ રથયાત્રા શહેરના ૧૭ કિલો મીટરના રૂટ પર ફરશે.

bhavnagar 2 રથયાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાથનાં વધામણાને લઇને તંત્ર સજ્જ

જેમાં ડી.આઈ.જી-એસ.પી ઉપરાંત ૨૦ સીનીયર આઈ.પી.એસ કેટેગરીના અધિકારીઓ, ૪૦ પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ૩૫૦૦ તેમજ  હથિયારધારી ઘોડેસવાર જવાનો-પેરામિલેટ્રી ફોર્સની બે કંપની, સાત એસ.આર.પીની ટુકડીઓ મળી કુલ ૪૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.

bhavnagar 3 રથયાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, નાથનાં વધામણાને લઇને તંત્ર સજ્જ

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા પરિપૂર્ણ થાય તે બાબતના જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે .રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ તથા વિવિધ ફોર્સ ના જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રૂટમાર્ચ કરવામાં આવ્યું હતું.