Ahmedabad News/ અમદાવાદમાં વ્યાજખોરીએ લીધો વધુ એકનો જીવ, વાડજ પોલીસે તપાસ હાથ ધરી

વેપારીએ 10 ટકાથી વધુ વ્યાજની વસૂલાતથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં વ્યાજખોરીએ લીધો વધુ એકનો જીવછેલ્લા ઘણા સમયથી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. વ્યાજખોરોના ત્રાસની ફરિયાદોમાં પણ વધારો થયો છે, ત્યારે આવી એક જ ઘટના સામે આવી છે. અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કરી લીધો છે.મળતી માહિતી મુજબ, રાજ્યમાં વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્તિ અપાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે જ અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને સમીર પીઠડિયા નામના વેપારીએ આપઘાત કરી લીધો છે.

વેપારીએ 10 ટકાથી વધુ વ્યાજની વસૂલાતથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 8 વ્યાજખોર સામે વાડજ પોલીસમથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વ્યાજખોરી કરતા નેમીચંદ મારવાડી, અમરત રબારી, ઋતુરાજ, મદન મારવાડી, સૂરજ, વિનોદ સામે વાડજ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ નવા વાડજમાં સમીરભાઇ દરજીની દુકાન ધરાવી કામ કરતા હતા. ગત 1 નવેમ્બરે તેમણે બેડરૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ગળેફંસો ખાધેલ હાલતમાં લટકતા હતા. આ કેસમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પત્નીની પૂછપરછ કરતા જણાવ્યુ કે પતિએ ચાંદલોડિયાના નેમીચંદ મારવાડી, ગોતાના અમરત રાઠોડ, કલોલના ગેમર, સેટેલાઇટના રૂતુરાજ, સુરજ દેસાઇ, ઉમેદ, વાડજના વિનોદ ભરવાડ, ચાંદલોડિયાના મદનલાલ મારવાડી સહિત 9 લોકો પાસેથી તેમને 10 ટકા વધુ વ્યાજે રૂપિયા લીધા હતા .

આ તમામ અવારનવાર વ્યાજની ઉઘરાણી કરીને ત્રાસ આપીને ધમકી આપતા હતા અને કાર અને એક્ટિવા પણ પડાવી લીધુ હતુ દુકાને ગ્રાહકોની હાજરીમાં બિભત્સ ગાળો બોલીને રૂપિયા નહિ આપે તો મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને સમીરભાઇએ ગળેફંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે પત્ની સોનલબેને તમામ વ્યાજખોરો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત

આ પણ વાંચો: જામનગરમાં ગોઝારા અકસ્માતથી યુવાનનું મોત

આ પણ વાંચો: જામનગરમાં પીપર ગામના તળાવમાં ડૂબી જતાં એક યુવાનનું મોત