Antilia case/ થાણેના વેપારી મનસુખ હિરેનનો PM રિપોર્ટ આવ્યો, લગભગ 10 કલાક સુધી પાણીમાં હતી બોડી

થાણેના વેપારી મનસુખ હીરેનનો પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે મનસુખની બોડી લગભગ 10 કલાક પાણીમાં પડી રહી હતી. ચહેરા અને પીઠ પર ઈજાના નિશાન પણ મળ્યા છે. મનસુખનો મૃતદેહ વિસરા કલીનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ ડિટેલ રિપોર્ટ આવ્યા પછી ઘણા સવાલો સ્પષ્ટ થઈ શકશે. મનસુખનો […]

Top Stories India
ezgif.com gif maker 4 થાણેના વેપારી મનસુખ હિરેનનો PM રિપોર્ટ આવ્યો, લગભગ 10 કલાક સુધી પાણીમાં હતી બોડી

થાણેના વેપારી મનસુખ હીરેનનો પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે મનસુખની બોડી લગભગ 10 કલાક પાણીમાં પડી રહી હતી. ચહેરા અને પીઠ પર ઈજાના નિશાન પણ મળ્યા છે. મનસુખનો મૃતદેહ વિસરા કલીનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ ડિટેલ રિપોર્ટ આવ્યા પછી ઘણા સવાલો સ્પષ્ટ થઈ શકશે.

મનસુખનો મૃતદેહ 5 ફેબ્રુઆરીએ થાણેની નજીકના કલવા ક્રીકમાં મળ્યું હતું. પોલીસે સુસાઈડની વાત કહી હતી. જોકે પરિવારે તેનાથી ઈન્કાર કર્યો હતો. મનસુખ છેલ્લા થોડા દિવસોથી કાર ચલાવી રહ્યાં હતા. જે 25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાથી 200 મીટર દૂર સંદિગ્ધ સ્થિતિમાં મળી હતી. આ કારમાં જિલેટિનની 20 લાકડીઓ અને ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો.

ezgif.com gif maker 1 2 થાણેના વેપારી મનસુખ હિરેનનો PM રિપોર્ટ આવ્યો, લગભગ 10 કલાક સુધી પાણીમાં હતી બોડી

મનસુખના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચહેરા અને આંખો પર ઈજાના નિશાન મળ્યા છે. પીઠ પર બે જગ્યાએ ઈજાના નિશાન મળ્યા છે. ઈજા ક્યારે અને કઈ રીતે થઈ, તેનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો નથી. આ સિવાય કોઈ અધિકારિક નિવેદન આવ્યુ નથી.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતદેહ મળવાના 12 થી 13 કલાક પહેલા મનસુખ હિરેનનું મૃત્યુ થયું હતું. તારીખ અને સમયનો ઉલ્લેખ નથી. મનસુખનું શરીર 8-10 કલાક સુધી પાણીમાં ડૂબી રહયું. કલિનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી મનસુખનો વિસરા રિપોર્ટ આવવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય લાગશે.

બીજી તરફ ચહેરા પર બાંધેલા રૂમાલ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન પોલીસ દ્વારા અપાયું નથી, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.