israel/ ઈતિહાસની સૌથી મોટી “Wine Factory” મળી આવી, 20 લાખ લીટર તૈયાર થતો હતો દારુ

યવન શહેરની આસપાસ છેલ્લા બે વર્ષથી 75,000 સ્કેવર ફૂટમાં ખોદકામ ચાલતું હતું. તેમણે પાંચ મોટા વાઈન પ્રેસ, દારુને સાચવવા માટે ગોડાઉન, દારૂનો સ્ટોરેજ કરવા માટે માટીના વાસણો અને તેના માટે જરૂરી ભઠ્ઠીઓ પણ મળી આવી હતી.

Ajab Gajab News

ઇઝરાયેલમાં 1500 વર્ષ જૂની દારૂની ફેક્ટરી મળી આવી છે. આ બિઝાન્ટિન કાળથી લઈને અત્યારસુધીની સૌથી મોટી વાઈનરી છે. ઇઝરાયેલી એન્ટીકવિટીઝ પ્રમાણે, યવનમાં મળી આવેલી દારુની ફેક્ટરી ખૂબ જ સુવિધાયુક્ત રીતે તૈયાર કરવામાં આવી હતી. જે પ્રતિવર્ષ બે મિલિયન દારુનું ઉત્પાદન કરી શકે છે.

પુરાતત્વવિદોએ જણાવ્યું છે કે, યવન શહેરની આસપાસ છેલ્લા બે વર્ષથી 75,000 સ્કેવર ફૂટમાં ખોદકામ ચાલતું હતું. તેમણે પાંચ મોટા વાઈન પ્રેસ, દારુને સાચવવા માટે ગોડાઉન, દારૂનો સ્ટોરેજ કરવા માટે માટીના વાસણો અને તેના માટે જરૂરી ભઠ્ઠીઓ પણ મળી આવી હતી.

ખૂબ જ સારી રીતે સંગઠિત રીતે તથા માળખાકીય રીતે ફેક્ટરીમાં દારુનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જેણે ગાજા અથવા અશકલોનના નામથી ઓળખવામાં આવે છે, જેને ભૂમધ્યસાગરીય ક્ષેત્રથી લાવવામાં આવે છે. પાણીની ખરાબ ગુણવત્તાના કારણે બિઝાન્ટિન કાળ દરમિયાન લગભગ ઇસવીસન વર્ષ 520માં વયસ્કો અને બાળકો માટે દારુ પીવો સામાન્ય વાત હતી.

આ સાઈટ ઇઝરાયેલના મધ્ય ક્ષેત્રમાં સ્થિત હતી અને તે સમયે એક ક્ષેત્ર માટે પર્યાપ્તરૂપે જે મહત્વપૂર્ણ હતી. તે યરુશલેમની સાથે સાથે ત્રણ મોટા મોટા શહેરોની ચર્ચામાં ઈસાઈ શહેરનું પણ નામ આવતું હતું. ઈસ. 520 આસપાસ યહૂદી લોકો અને સામરી લોકોની વસ્તી ખૂબ જ વધારે હતી.

આઈએએ પુરાતત્વવિદ ડો. જોન સેલિંગમેને કહ્યું છે કે, અમે પ્રાચીન યવનના એક ઔદ્યોગિક વિસ્તારને ઉજાગર કરી રહ્યા છીએ. અમને અન્ય ઉદ્યોગના અવશેષો પણ મળી આવ્યા છે. ઉદાહરણ રૂપે કાચ અને ધાતુના ઉત્પાદન સહિત અન્ય અવશેષો મળી આવ્યા છે. જેમાં 9મી શતાબ્દીના એક ઘર અને બિઝાન્ટીન અને ઇસ્લામ વચ્ચેની અવધિની અન્ય ઈમારતો પણ મળી આવી છે.

વાઈન ફેક્ટરીમાં પ્રત્યેક પ્રેસમાં લગભગ 225 સ્કેવર ફૂટને કવર કરવામાં આવ્યા હતા, જેમાં પાંચને મોટા ગોડાઉન સાથે જોડવામાં આવ્યા હતા. યંત્રિત ભાગની ચારેયબાજુ કે જ્યાં દ્રાક્ષમાંથી રસ કાઢવા માટે પગથી કુચડવામાં આવતી હતી,ફરીથી ડબ્બામાં ભરવામાં આવતી હતી અને તેની સાથે દારૂને ભેગો કરવા માટે વે વિશાળ અષ્ટકોણીય આકારના વત્સ હતા.

અહીં વ્યવસાયિક રીતે દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ કારખાનું શોધ્યું પછી અમે લોકો પણ હેરાન હતા. આ સિવાય શંખ આકારમાં સજાવટી નીચે વાઈનપ્રેસને સુશોભિત કરવામાં આવતી હતી. અને મહત્વની વાત એ છે કે, મેન્યુઅલ રૂપે આ બધું જ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

આ વાઈનારી 1500 વર્ષથી પણ વધારે જૂની છે.ફારસી કાળના દુર્લભ અને જુના વાઈનપ્રેસ અહીંથી મળી આવ્યા હતા. આ અંદાજે 2300 વર્ષ જૂની વાઈનરી એટલે કે ઇસવીસન 200 વર્ષ પૂર્વેની વાત છે.