આજનાં સમયમાં ઘણી ચોંકાવનારી બાબતો બનતી રહે છે. હવે ફરી એકવાર આવી જ એક વાત સામે આવી છે. જી હાં, તુર્કીમાં એક વિચિત્ર બકરીનો જન્મ થયો છે અને આ સમયે આ બકરી ચર્ચાનો હિસ્સો બની રહી છે. આ બકરીની આંખો ખોપરીની મધ્યમાં છે. તમે જોઈ શકો છો કે આ ‘અજીબ બકરી’ જોઈને તેનો માલિક પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. વળી, બકરીનાં માલિકનું કહેવું છે કે, ‘તે છેલ્લા 25 વર્ષથી પ્રાણીને પાળે છે પરંતુ તેણે ક્યારેય એવું પ્રાણી જોયું નથી, જેની આંખો તેના માથાની મધ્યમાં હોય.’

આ પણ વાંચો – OMG! / જુગાડ શું કહેવાય તે કોઇ ભારતીયો પાસેથી શીખે, જુઓ આ ઘર જે બન્યું છે બોટલથી
બીજી તરફ, એક પ્રખ્યાત વેબસાઈટનાં અહેવાલ અનુસાર, બકરી પાળનાર ખેડૂતે જણાવ્યું કે જ્યારે તેને જાણ થઈ કે એક બકરીનો જન્મ થયો છે, તો તે સ્થળ પર પહોંચી ગયો. જોકે આ દરમિયાન તે બકરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે જોયું કે બકરીની આંખો ખોપરીની બરાબર વચ્ચે હતી. વળી, તેણે કહ્યું કે બકરીને જોયા પછી, તેને લાગ્યું કે તે સાયક્લોપ્સ (Cyclops)ને જોઈ રહ્યો છે, જેને ગ્રીક પૌરાણિક કથાઓમાં એક ભયંકર પ્રાણી તરીકે વર્ણવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે બકરી પાળનાર ખેડૂતે કહ્યું કે, ‘જે પણ આ ‘અજીબ બકરી’ને જુએ છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. વળી, તેણે આગળ કહ્યું કે, ‘તે આ ‘અજીબ બકરી’ રાખી શકતા નથી. તે ઈચ્છે છે કે અધિકારીઓ આ બકરીને લઈને પાળે. બીજી તરફ, હતાય મુસ્તફા કમાલ યુનિવર્સિટીનાં પ્રોફેસર અહેમદે કહ્યું કે, Cebocephaly નાં કારણે આંખો બકરીની ખોપરીની વચ્ચે હોય છે. તબીબી વિસંગતતાને લીધે, તેની બે આંખો બરાબર એકમાં ભળી ગઈ છે.

આ પણ વાંચો – Shocking / વિમાન લેન્ડિંગ સમયે થયુ અસંતુલિત અને પછી જે થયુ તે જોઇ તમારા ઉડી જશે હોશ
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘Cebocephaly માં દરેક આંખ અલગ ઓર્બિટલ સોકેટમાં હોતી નથી. આવા કિસ્સામાં નાકમાં ફેરફાર પણ થાય છે. નાક સપાટ છે અને નસકોરા સમાન છે. આમાં, કાન પણ અન્ય પ્રાણીઓની જેમ સામાન્ય નથી. નીચેનું જડબા પણ પ્રમાણમાં મોટું છે. ‘Cebocephaly ની તબીબી વિસંગતતા મનુષ્યો અને પ્રાણીઓ બંનેમાં થઈ શકે છે.’
