Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 21મી અને 28મી એ મતદાનના દિવસે જાહેરરજા

રાજકોટ જિલ્‍લા કલેકટર  રેમ્યા મોહને તા.21/2/2021અને તા.28/2/2021 રવિવારના રોજ મતદાનના દિવસે કર્મચારીઓ, કામદારો વગેરેને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે રાજકોટ જિલ્‍લામાં આવેલ રાજય

Gujarat

રાજકોટ જિલ્‍લા કલેકટર  રેમ્યા મોહને તા.21/2/2021અને તા.28/2/2021 રવિવારના રોજ મતદાનના દિવસે કર્મચારીઓ, કામદારો વગેરેને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે રાજકોટ જિલ્‍લામાં આવેલ રાજય સરકારની તમામ કચેરીઓ/ અર્ધસરકારી કચેરીઓ, કેન્‍દ્ર સરકારની તમામ કચેરીઓ, શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ એકટ નીચે જે દુકાનો, પેઢીઓ, સંસ્‍થાઓ આવતી હોય તે બધી દુકાનો, સંસ્‍થાઓ તથા ફેકટરી એકટ નીચે આવતી ફેકટરી, કારખાનાઓ તેમજ તમામ બેન્‍કો, બોર્ડ ઓફીસો વગેરેમાં આ બંને દિવસોના રોજ જાહેર રજા રાખવા નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ-1881થી મળેલ સતાની રૂએ જાહેર રજા માટે હુકમ કર્યો છે.

Election / 6 કોર્પોરેશન-144 વોર્ડ-575 બેઠકો માટેનું મતદાન, જાણો સંવેદનશીલ-અસંવેદનશીલ મતદાનમથકો

આગામી તા. 21 અને તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન સંદર્ભે સને 1881ના વટાઉખત અધિનિયમ (1881ના 26માં) ની કલમ ૨૫ ના ખુલાસાને અનુસરીને મતદાનના દિવસે ગુજરાત રાજયમાં રજા જાહેર કરવામાં આવી છે. જયાં વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઇઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્‍થાઓ માટે 1948ના મુંબઇ દુકાનો અને સંસ્‍થા અધિનિયમ, તેમજ 1948ના કારખાના અધિનિયમ હેઠળ જાહેર રજા રાખવાનું ઠરાવેલ કરાવેલ છે.

Rajkot / મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મારુતીયજ્ઞનું આયોજન

જે અન્વયે લોકપ્રતિનિધિત્‍વ અધિનિયમ-1991ની કલમ 135-બી(1)ની જોગવાઇ મુજબ રોજમદાર/કેઝ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર રહેશે. જો મતદાનના દિવસે કોઇ સંસ્‍થા, પેઢી, દુકાન, કારખાનું કે ફેકટરી ખુલ્‍લી હોવાનું માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ઉકત હુકમમાં જણાવાયું છે.

PUNJAB / ખેડૂત આંદોલન કોંગ્રેસને ફળ્યું, ભાજપને નડ્યું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…