બિહાર/ ઝેરી દારૂ પીવાથી બે દિવસમાં 24ના મોત, ઘણા લોકો પડ્યા બીમાર

બિહારમાં છેલ્લા દસ દિવસમાં દારૂ પીવાથી મોતની આ ત્રીજી ઘટના છે. આ પ્રસંગે બિહારના મંત્રી જનક રામે ગોપાલગંજની મુલાકાત લીધી હતી.

Top Stories India
દારૂ

બિહારના ગોપાલગંજ અને પશ્ચિમ ચંપારણ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં નકલી દારૂના સેવનથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગુરુવારે ચંપારણના બેતિયા ગામમાં 8 લોકોના મોત થયા હતા જ્યારે ગોપાલગંજમાં 16 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે, બંને જિલ્લાના વહીવટીતંત્રે હજુ સુધી મોતના કારણની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો :યમુના એકસપ્રેસ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોનાં મોત,બસ ડિવાઇડર તોડીને કાર સાથે અથડાઇ

ઉત્તર બિહારમાં છેલ્લા દસ દિવસમાં દારૂ પીવાથી મોતની આ ત્રીજી ઘટના છે. આ પ્રસંગે બિહારના મંત્રી જનક રામે ગોપાલગંજની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, “મેં એવા લોકોના ઘરની મુલાકાત લીધી છે જેઓ કથિત રીતે નકલી દારૂ પીને મૃત્યુ પામ્યા હતા. આ NDA સરકારને બદનામ કરવાનું ષડયંત્ર હોઈ શકે છે.”

પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા કેટલાક લોકોના પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી દીધા છે. ગુરુવારે ચાર લોકોના સારવાર દરમિયાન અને બે લોકોના હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયા હતા.

આ પણ વાંચો :હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે 6 લોકોનાં મોત

ગોપાલગંજના પોલીસ અધિક્ષક આનંદ કુમારનું કહેવું છે કે છેલ્લા બે દિવસમાં જિલ્લાના મુહમ્મદપુર ગામમાં કેટલાક લોકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મોતનું કારણ જાણી શકાય નહીં. હાલ ત્રણ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

મંગળવાર અને બુધવારની વચ્ચે પોલીસે આ ઘટનાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 20 થી વધુ લોકો અનુસૂચિત જાતિના હતા, જેમણે કથિત રીતે આ વિસ્તારમાં સ્થાનિક વેપારીઓ દ્વારા વેચવામાં આવતો નકલી દારૂ પીધો હતો. આ તમામની ઓળખ કરવામાં આવી છે.

ચંપારણ પ્રશાસને હજુ સુધી મૃત્યુના કારણની પુષ્ટિ કરી નથી. પશ્ચિમ ચંપારણના પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર નાથ વર્માનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :PM મોદીએ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું

ગ્રામજનોનું કહેવું છે કે તેલ્હુઆ ગામમાં મૃત્યુ પામેલા તમામ લોકોએ દારૂ પીધો હતો. આલ્કોહોલ પીધા બાદ 8 લોકોની તબિયત લથડી અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું. તે જ સમયે, કેટલાક ગામના લોકોને પણ નજીકની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ વર્ષે નકલી દારૂના કારણે 70 લોકોના મોત થયા છે

જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી 31 ઓક્ટોબર સુધીમાં નવાદા, પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, સિવાન અને રોહતાસ જિલ્લામાં લગભગ 70 લોકોના મોત થયા છે અને નકલી દારૂ પીવાથી ઘણા લોકોની આંખોની રોશની ગઈ છે.

આ મામલે મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે કહ્યું હતું કે, “દારૂ પર પ્રતિબંધ માત્ર લોકોના ભલા માટે જ લગાવવામાં આવ્યો છે. દારૂ ખરાબ છે, તેથી તેના પર પ્રતિબંધ છે. ભેળસેળવાળો દારૂ પીવાથી દારૂની ખરાબ અસર અનેકગણી વધી જાય છે. રાજ્યમાં મોટાભાગના લોકો પ્રતિબંધની તરફેણમાં છે. માત્ર થોડા જ લોકો છે જે તેનું ઉલ્લંઘન કરે છે.”

જણાવી દઈએ કે 5 એપ્રિલ, 2016ના રોજ નીતીશ સરકારે બિહારમાં દારૂ બનાવવા, વેપાર કરવા, રાખવા, પરિવહન, વેચાણ અને પીવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચો :દિવાળી પર ચીનને 50 હજાર કરોડનો આર્થિક નુકશાન, સ્વદેશી ડિમાન્ડથી આર્થિક ફટકો

આ પણ વાંચો : PM મોદી કેદારનાથ પહોચ્યા,બાબાનો જલાભિષેક કરશે