Not Set/ ટીબીનાં ભારતમાં 26 લાખ દર્દીઓ

આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ 24 માર્ચના દિવસને વિશ્વભરમાં વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એક આંકડા મુજબ દર વરસે ક્ષય એટલે કે ટીબીનાં ભારતમાં 26 લાખ દર્દીઓ નોંધાય છે.ટીબી રોગના દેશમાં 26 લાખ સુધીનો આંકડો છે જે વિશ્વભરના આંકડા સામે 27 ટકા જેટલો છે.ત્યારે દેશમાં નાગરિકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે […]

Ahmedabad Gujarat

આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

24 માર્ચના દિવસને વિશ્વભરમાં વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એક આંકડા મુજબ દર વરસે ક્ષય એટલે કે ટીબીનાં ભારતમાં 26 લાખ દર્દીઓ નોંધાય છે.ટીબી રોગના દેશમાં 26 લાખ સુધીનો આંકડો છે જે વિશ્વભરના આંકડા સામે 27 ટકા જેટલો છે.ત્યારે દેશમાં નાગરિકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે ખુબ જ જરૂરી છે.

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2025 સુધી ભારતમાંથી ટીબી રોગ નાબૂદ કરવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ અભિયાનમાં જોડાયું છે અને, AMC દ્વારા ઘરે ઘરે જઈને શંકાસ્પદ ટીબીના દર્દીઓને શોધવાનું અભિયાન શરૂ કરાયું છે.આ માટે શહેરના હાઈ રિસ્ક વિસ્તારમાં 1585 જેટલા આશા વર્કર બહેનોને કામે લગાવવામાં આવી છે.શહેરમાં અંદાજે 3,53,895 ઘરોમાં 16,45,365 લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો છે.આ માટે શંકાસ્પદ ટીબીના દર્દીના ગડફાના નમૂના લેવામાં આવ્યા હતા.

  • વર્ષ 2021માં 22 માર્ચ સુધીમાં પબ્લિક સેકટરમાં 2456 પ્રાઇવેટ સેકટરમાં 2079 એમ કુલ 4535 કેસ નોંધાયા હતા.
  • વર્ષ 2020માં પબ્લિક સેકટરમાં 7801 પ્રાઇવેટ સેકટરમાં 7218 એમ કુલ 15019 કેસ નોંધાયા હતા.
  • 2021 માં 92 દર્દીઓના થયા મોત
  • 2020માં 725 દર્દી થયા મોત
  • 2019માં કુલ દર્દીઓમાંથી 89 ટકા દર્દી સાજા થયા
  • જ્યારે 7 ટકા દર્દીઓના થયા મોત
  • 4 ટકા દર્દીઓએ સારવાર છોડી દીધી હતીદેશમાં ટીબીના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે….અનેક સંસ્થાઓ પણ ટીબીને નાબુદ કરવા કામે લાગી છે….ત્યારે ડ્રગ રેસિસ્ટન્સ ટીબીના કેસ પણ ઘણા નોંધાયા છે….
  • 2020માં અમદાવાદમાં 748 કેસ નોંધાયા
  • 2021માં અત્યાર સુધી 185 કેસ નોંધાયા
  • ડ્રગ રસીસ્ટન્ટ ટીબીની સારવાર લાંબી ચાલે છે
  • 9 થી 24 મહિના સુધી ચાલે છે સારવાર

ટીબીના દર્દી સારવાર લે તેટલા સમય સુધી સહાય મળે તે માટે સરકાર દ્વારા 500 રૂપિયા દર્દીને વ્યક્તિદીઠ અપાય છે.2020માં 5.56.19.000 તથા 2021માં 1.19.13.500 રૂપિયા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ચુકવવામાં આવ્યા છે. તેમજ ટીબીના દર્દી સારવાર લે છે કે નહીં તેનું ડિજિટલ મોનીટરીંગ પણ કરવામાં આવે છે.