Realme 8 series/ 108MP કેમેરાની સાથે Realme 8 Pro લૉન્ચ, જાણો કિંમત-ફિચર્સ

Realmeએ ભારતમાં પોતાની નવી Realme 8 સીરીઝને છેવટે લૉન્ચ કરી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી આ સીરીઝની ફોન ઘણો ચર્ચામાં હતો.

Tech & Auto

Realmeએ ભારતમાં પોતાની નવી Realme 8 સીરીઝને છેવટે લૉન્ચ કરી દીધો છે.  છેલ્લા કેટલાક સમયથી આ સીરીઝની ફોન ઘણો ચર્ચામાં હતો. Realme 8 સીરીઝને ભારતમાં ગત વર્ષે લૉન્ચ થયેલા Realme 7 સીરીઝના અપગ્રેડ તરીકે લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવી સીરીઝ હેઠળ Realme 8 અને Realme 8 Proને લૉન્ચ કરવામાં આવ્યો છે. Realme 8 Pro માં 108MP પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે.

Realme 8 Pro ને ઇનફિનાઇટ બ્લૂ, ઇનફિનાઇટ બ્લેક અને ઇલ્યૂમિનેટિંગગ યેલો કલર ઑપ્શનમાં ઉતારવામાં આવ્યો છે. તો Realme 8ને સાયબર સિલ્વર અને સાયબર બ્લેકવાળા બે કલર ઑપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. આનું વેચાણ ફ્લિપકાર્ટ અને રિયલમીની ઓફિસિયલ વેબસાઇટ દ્ધારા કરવામાં આવશે.

Realme8 Pro ની કિંમતો

6GB+128GB: Rs 17,999

8GB+128GB: Rs 19,999

Realme 8ની કિંમતો 

4GB+128GB: Rs 14,999

6GB+128GB: Rs 15,999

8GB+128GB: Rs 16,999

ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આ સ્માર્ટફોનમાં 1000 nits પીક બ્રાઇટનેસ અને 180Hz ટચ સેંપલિંગ રેટની સાથે 6.4-ઇંચ FHD+ (2400×1080 પિક્સલ) સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ એન્ડ્રોઇડ 11 બેઝડ Realme UI 2.0 પર ચાલે છે. તેમાં 8GB સુધી LPDDR4x રેમ, 128GB UFS 2.1 સ્ટોરેજ અને ARM Mali-G76 MC4 GPUની સાથે ઓક્ટાકોર MediaTek Helio G95 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કાર્ડની મદદથી તેની મેમરીને 256GB સુધી વધારી શકાય છે.