T20 World Cup/ સેમિફાઇનલની 4 ટીમો થઇ નક્કી, જાણો કઇ ટીમ કોની વિરુદ્ધ રમશે?

T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલ માટે ચાર ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ 1 માંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યારે ગ્રુપ 2 માંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

Top Stories Sports
સેમિફાઇનલની 4 ટીમો નક્કી

રવિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની જીત સાથે જ T20 વર્લ્ડકપની ચાર ટીમો નક્કી થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે સુપર-12 રાઉન્ડનાં ગ્રુપ 1માંથી પ્રથમ અને બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. સેમિફાઇનલ મેચમાં કઇ ટીમ ક્યારે ટકરાશે તે પણ પાકિસ્તાન અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચ બાદ નક્કી થઇ ગયુ હતું.

આ પણ વાંચો – T20 World Cup / મોહમ્મદ રિઝવાને વેસ્ટ ઈન્ડિઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલને કર્યો ફેલ, 6 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલ માટે ચાર ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ 1 માંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે ગ્રુપ 2 માંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ સાથે એ પણ નક્કી થઈ ગયું છે કે સેમિફાઈનલમાં કઈ ટીમ ટકરાશે. જો કે ટીમ ઈન્ડિયાની હજુ એક મેચ બાકી છે. આ મેચ 8 નવેમ્બરે નામીબિયા સાથે થશે. આ મેચનાં પરિણામની સેમિફાઇનલ લાઇનઅપ પર કોઈ અસર થશે નહીં. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ બે મેચ હાર્યા બાદ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ કેટલીક આશાઓ બાકી હતી, જે રવિવારે ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવતા તેનો અંત આવ્યો હતો. સુપર-12નાં ગ્રુપ 2માં પાંચ મેચમાં પાંચ જીત સાથે પાકિસ્તાનની ટીમ પ્રથમ અને ન્યૂઝીલેન્ડની ટીમ બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં હવે સેમિફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ગ્રુપ-1માં બીજા ક્રમની ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી તરફ ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ-1માં પ્રથમ ક્રમે રહેલા ઈંગ્લેન્ડ સાથે થશે.

https://twitter.com/ICC/status/1457400799827566600?s=20

આ પણ વાંચો – Controversy / ચાલુ Show માં શોએબ અખ્તરને Get Out કહેનાર એન્કર નૌમાન નિયાજે માંગી માફી

પ્રથમ સેમિફાઇનલ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 10 નવેમ્બરે અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો 11 નવેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. આ પછી, બન્ને સેમિફાઇનલમાં વિજેતા ટીમો 14 નવેમ્બરે દુબઇમાં ટાઇટલ મેચમાં એકબીજા સામે ટકરાશે. ન્યૂઝીલેન્ડ પાસે ઈંગ્લેન્ડ સામે 2019માં ODI વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હારનો હિસાબ લેવાની શાનદાર તક હશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચે છે, તો તે સતત ત્રણ વર્ષમાં ત્રણેય ફોર્મેટની ફાઇનલમાં પહોંચનારી વિશ્વની પ્રથમ ટીમ બની જશે.