પાકિસ્તાન ICC T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીની મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ બની ગઈ છે. જેમાં અત્યાર સુધી તેની તમામ મેચ તેના નામે રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર સ્થાન જાળવી રાખેલુ છે. તો બીજી તરફ ભારત આ સમયગાળા દરમિયાન પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. કારણ કે ભારતે તેની ચાર મેચોમાં બે માં જીત નોંધાવી છે.
આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાએ આપી કોહલીને જન્મ દિવસની ભેટ, સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવી બનાવ્યો રેકોર્ડ
હાલમાં જ પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે લાઈવ શોમાં શોનાં હોસ્ટ દ્વારા અપમાનિત કર્યા બાદ ઓન એર રાજીનામું આપી દીધું હતું. શોએબ અખ્તર અને શોનાં હોસ્ટ નૌમાન નિયાઝ વચ્ચે લાઈવ શો દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. હવે નૌમાન નિયાઝે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે અને પડદા પાછળની આખી વાત જણાવી છે. ટીવી એન્કર નૌમાન નિયાઝે ઓન-એર ચર્ચા માટે શોએબ અખ્તરની બિનશરતી માફી માંગી છે. પરંતુ એમ પણ કહ્યું કે, ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર PTV સાથેની પ્રતિબદ્ધતાને હળવાશથી લેતો હતો જેના કારણે આ ઘટના બની હતી. નિયાઝ દ્વારા અખ્તરને સેટ છોડવા માટે કહેવામાં આવ્યું અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે તુરંત જ જાહેરાત કરી કે તે PTV નાં ક્રિકેટ વિશ્લેષક તરીકે રાજીનામું આપી રહ્યો છે. નિયાઝે અખ્તર સાથે જે રીતે વર્તન કર્યું તેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટીવી એન્કરને બરતરફ કરવાની માંગ કરી હતી. આ ઘટના વર્લ્ડકપ શો દરમિયાન બની હતી જેમાં સર વિવ રિચર્ડ્સ, ડેવિડ ગોવર, રાશિદ લતીફ, આકિબ જાવેદ, અઝહર મહેમૂદ, ઉમર ગુલ અને સના મીર પણ હાજર હતા. જ્યાં સુધી અખ્તર PTV મેનેજમેન્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિ સમક્ષ હાજર થવાનો ઇનકાર ન કરે ત્યાં સુધી નિયાઝને તેના વર્તન માટે બરતરફ કરવામાં આવ્યો ન હતો. સમિતિએ તુરંત જ બન્નેને ઓફ એર કરી દીધા. નિયાઝે ગુરુવારે રાત્રે યુટ્યુબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેણે એક મોટી ભૂલ કરી છે અને તેનું વર્તન અયોગ્ય, અક્ષમ્ય હતું. નિયાઝે કહ્યું, ‘હું મારા વર્તન માટે માફી માંગુ છું અને લાખો વખત માફી માંગીશ કારણ કે શોએબ સ્ટાર હોવાને કારણે આવું ન થવું જોઈતું હતું.’
Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm
— Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021
આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી
નૌમાન નિયાઝે એમ પણ કહ્યું કે, તેમની પ્રતિક્રિયા વાજબી હતી, તેમણે કહ્યું, ‘મને કોઈ અધિકાર નહતો. ભૂલ એ વ્યક્તિથી જ થાય છે જેના માટે હું માફી માંગુ છું. એક વાર નહિ પણ લાખો વાર. શોએબ એક રોક સ્ટાર છે. કેમેરામાં જે પણ થયું તે અભદ્ર હતું. “શોએબને વાર્ષિક ધોરણે અમારી સાથે કરાર કરવામાં આવ્યો હતો અને અમે તેમને એક્સ્ક્લુઝીવ હોવાના આધારે તેને સારી ચૂકવણી કરીએ છીએ. વર્લ્ડકપ પહેલા શોએબ મારી પાસે આવ્યો હતો અને મારા પગારમાં વધારો કરવાની માંગ કરી હતી જે બાદમાં ચેનલનાં મેનેજિંગ ડાયરેક્ટર સાથેની બેઠક બાદ ઉકેલાઈ હતી. તેમણે કહ્યું, “બાદમાં 17 ઓક્ટોબરે શોએબ ટ્રાન્સમિશન (ટીવી શો)માં ભાગ લેવાનો હતો પરંતુ તે દુબઈ ગયો અને ત્યાં હરભજન સિંહ સાથે એક શોમાં ભાગ લીધો. ત્યારબાદ તેણે PTV ટ્રાન્સમિશન માટે બે દિવસ પછી આવવાનું વચન આપ્યું હતું. પરંતુ તે આવ્યો ન હતો.
જુઓ વીડિયો…
