- PM મોદી કરશે પરીક્ષા પે ચર્ચા
- વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે
- વિદ્યાર્થીઓના પરીક્ષાના ભયને દૂર કરવા ચર્ચા
- મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાશે
PM Modi Exam Debate; વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિધાર્થીઓ સાથે આજે વાત કરશે. આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’નું આયોજન આજે કરવામાં આવ્યું છે. . જેમાં પીએમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. શિક્ષણ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમના આ કાર્યક્રમની માહિતી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી છે.
MyGov પર સ્પર્ધાઓના (PM Modi Exam Debate) આધારે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કિટ્સ ભેટમાં આપવામાં આવશે. પીએમ દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. . આ દરમિયાન પીએમ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવમુક્ત રહેવા માટેના મંત્રો આપશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પર ચર્ચા હેઠળ 27 જાન્યુઆરી, 2023 ના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાતચીત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Exam Debate) વર્ષ 2018માં પહેલીવાર ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્મનું પ્રારંભ કરાવ્યું હતું . પીએમ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સતત વાતચીત કરે છે. કાર્યક્રમ દ્વારા પીએમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે. વડાપ્રધાને 1 એપ્રિલ 2022ના રોજ આયોજિત આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ ટિપ્સ આપી હતી. ‘પરીક્ષા પે ચર્ચા’નું આયોજન 1 એપ્રિલ, 2022ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તેના માટે લગભગ 15.7 લાખ સહભાગીઓએ નોંધણી કરાવી હતી.
T-20 SERIES/ ન્યુઝીલેન્ડ સામે T20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો,આ ખેલાડી બહાર,જાણો કારણ
