ગુજરાત રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણી ને લઈ 21 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદ માં સૌથી ઓછું અને જામનગર માં સૌથી વધુ મતદાન થયું હતું .
જે બાદ ભાજપ અને કોંગ્રેસમાં ગંભીર માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ભાજપ પક્ષ દ્વારા સંપૂર્ણ બહુમતી સાથે જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો અને હાલમાં જ્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે 6 મહાનગર પાલિકા ના શરૂઆતી વલણ માં સીધે સીધો ભાજપને ફાયદો થઈ રહ્યો હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમદાવાદની હવે દરિયાપુરમાં વોર્ડમાં ભાજપ આગળ
નવા વાડજ વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ
સૈજપુર બોઘા વોર્ડ 13 ભાજપની પેનલ આગળ
વસ્ત્રાલ 2 રાઉન્ડ પુરા ભાજપ આગળ
વસ્ત્રાલમાં વોર્ડમાં 2 રાઉન્ડ પૂર્ણ થતા ભજપ આગળ
વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ
પાલડીમાં ભાજપની પેનલ આગળ વધી રહી છે.
