દક્ષિણ કોરિયાના ડેગુ શહેરમાં એક ઓફિસ બિલ્ડિંગમાં આગ લાગતા સાત લોકોના મોત નિપજ્યા છે જયારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા, સ્થાનિક ફાયર અને પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી
ડેગુ ફાયર વિભાગના અધિકારી શિન જુ-હાને જણાવ્યું હતું કે શહેરની જિલ્લા અદાલતની પાછળ આવેલી ઓફિસ બિલ્ડિંગના બીજા માળે લાગેલી આગને કાબૂમાં લેવા માટે ડઝનબંધ અગ્નિશામકો અને વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં સાત લોકોના મોત અને 35 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે.
દક્ષિણ કોરિયન મીડિયાએ ફોટા પ્રકાશિત કર્યા છે,આ ઘટનામાં આંખે જોનારા સાક્ષીઓ કહ્યું હતું કે ઓફિસની ઇમારતમાંથી ધુમાડા જોવા મળી રહ્યા હતા જેના લીધે સત્વરે બચાવ કામગીરી માટે લોકો દોડી આવ્યા હતા.ફાયર અને પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીના કામે લાગી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
