મહારાષ્ટ્ર સરકારે આજે મોટા ફેરફારમાં 86 પોલીસ અધિકારીઓની બદલી કરી છે. 86 માંથી 65 મુંબઇ ક્રાઇમ બ્રાંચના છે. મુંબઈ પોલીસ (CIU) ના API રિયાઝ કાઝીએ આર્મર્ડ ફોર્સમાં બદલી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે આ બદલી એવા સમયે કરી છે જ્યારે એન્ટિલિયા કેસની તપાસને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં વિપક્ષી પાર્ટી ભાજપે સરકાર પર ટ્રાન્સફર પોસ્ટિંગમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : મિથુન ચક્રવર્તી નહીં લડે ચૂંટણી? BJP ની લિસ્ટમાંથી નામ ગાયબ
શહેરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટમાં વાજેના સાથી એવા API રિયાઝ કાઝીને સ્થાનિક હથિયાર યુનિટમાં મોકલવામાં આવ્યા છે, જે પ્રમાણમાં ઓછું મહત્વપૂણ વિભાગ છે. તેમણે કહ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાંચના 65 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ઉદ્ધવ સરકારે પોલીસ બદલીઓ અને પોસ્ટિંગમાં ‘મોટા ભ્રષ્ટાચાર’ અંગે ગુપ્તચર વિભાગના અહેવાલ પર કાર્યવાહી કરી નથી. તેમનો દાવો છે કે ગુપ્તચર વિભાગે આ અહેવાલ કોલ રેકોર્ડિંગના આધારે આપ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેને ફરી થયો કોરોના, ટ્વિટ પર લોકોને કરી અપીલ
ફડણવીસે દાવો કર્યો હતો કે તત્કાલીન ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મિ શુક્લા દ્વારા ફોન કોલ્સની પરવાનગી સાથે રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને કોલ પર તેમની સાથેની વાતચીતનો ‘6.3 જીબી ડેટા’ હતો જેમાં ઘણા મુખ્ય પોલીસ અધિકારીઓના નામની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો : સંજય દત્તે લગાવ્યો કોરોના રસીનો પ્રથમ ડોઝ, ફોટો શેર કઈ કહ્યું કંઇક આવું…
