Viral Video/ દુકાનની છત પર અચાનક ચઢવા લાગી 9 ફૂંટ લાંબી ગરોળી, લોકોમાં ભયનો માહોલ

સામાન્ય રીતે તમે તમારે ઘરે ગરોળી જોઇ જ હશે. આજે પણ ઘણા લોકો એવા છે કે જે ગરોળીથી ડરતા હોય છે.

Videos

સામાન્ય રીતે તમે તમારે ઘરે ગરોળી જોઇ જ હશે. આજે પણ ઘણા લોકો એવા છે કે જે ગરોળીથી ડરતા હોય છે. પરંતુ જો આનાથી પણ મોટી ગરોળી જો તમારે ઘર કે દુકાનની છત પર જોવા મળી જાય તો? જી હા, અહી અમે એક એવી ગરોળીની વાત કરી રહ્યા છીએ કે જે અંદાજે 9 ફૂંટ લાંબી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ અભિનેત્રી નગમા કોરોના પોઝિટિવ

ઘરોમાં સામાન્ય રીતે જોવા મળતી ગરોળી ખૂબ જ નાની હોય છે, પરંતુ દુકાનની દિવાલ પર ચઢી રહેલી આ ગરોળીને તમે જોઇને થોડી ક્ષણ તો ચોંકી જશો. આપ અહી વીડિયોમાં જોઇ શકો છો કે એક અંદાજે 9 ફૂટ લાંબી ગરોળી દિવલ પર ચઢી રહી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. 9 ફૂટ લાંબી ગરોળીનો દુકાનમાં પ્રવેશ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં આ વિશાળ પ્રાણી દુકાનની દિવાલ પર ચઢતો જોવા મળી રહ્યો છે. દિવાલ પર ગરોળી ચઢી જતા ત્યાં રાખેલ ઘણા બધા સામાન નીચે પડી ગયા હતા. વીડિયો જોઇને ઘણા લોકો ગભરાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગરોળી એશિયન વોટર મોનિટર છે. આ વિશાળ ગરોળી થાઇલેન્ડ અને ફિલિપાઇન્સમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

https://twitter.com/vidzpost8/status/1379774172797280261?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1379774172797280261%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fviral-news%2Fstory-when-6-foot-lizard-was-spotted-climbing-shelves-inside-a-supermarket-3963282.html

Health / શું તમને કોરોના થઇ ચુક્યો છે? તો આ આયુર્વેદિક ઉપાયો વિશે જાણો, રોગપ્રતિકારક શક્તિ મેળવવામાં કરશે મદદ

આ વાયરલ વીડિયો Pol Comaposada નામનાં યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. દિવાલ પર ચઢતી આ ગરોળીનો વીડિયો અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લગભગ 4 હજાર લોકોએ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે અને 5000 હજાર લોકોને તે ગમ્યો છે. જો કે, તે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે વીડિયો કયા વિસ્તારનો છે. પોલ કોમાપોસાદાએ કહ્યું કે, આ ગરોળી સરળતાથી બેંગકોક અને તેની નજીકનાં અન્ય ભાગોમાં જોવા મળી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ