મુંબઈ/ જિયા ખાન આત્મહત્યા કેસમાં માતા રાબિયા ખાનને મોટો ફટકો, કોર્ટે CBI તપાસને યોગ્ય ઠેરવી

જસ્ટિસ એ.એસ. ગડકરી અને જસ્ટિસ એમ.એન. જાધવની ડિવિઝન બેન્ચે 12 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં આ વાત કહી હતી. આ સાથે, કોર્ટે રાબિયા ખાનની અરજીને ફગાવી દીધી હતી,

Trending Entertainment
જિયા ખાન

બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાની નિષ્પક્ષ અને વિગતવાર તપાસ હાથ ધરી છે પરંતુ જિયાની માતા રાબિયા ખાન તેને હત્યા ગણાવીને સુનાવણીમાં વિલંબ કરવા માંગે છે.

જસ્ટિસ એ.એસ. ગડકરી અને જસ્ટિસ એમ.એન. જાધવની ડિવિઝન બેન્ચે 12 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં આ વાત કહી હતી. આ સાથે, કોર્ટે રાબિયા ખાનની અરજીને ફગાવી દીધી હતી, જેમાં આ મામલે ફરીથી તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી. રાબિયાએ પોતાની અરજીમાં એમ પણ કહ્યું હતું કે આ કેસની તપાસ યુએસની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FBI) દ્વારા થવી જોઈએ.

કોર્ટના આદેશની વિગતવાર નકલ મંગળવારે ઉપલબ્ધ થઈ. બેન્ચે કહ્યું કે તે પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈ શકે નહીં અને FBIનેઆ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપી શકે નહીં. હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) આ મામલાની તપાસ કરી રહી છે. CBI નો આરોપ છે કે જિયાના મિત્ર સૂરજ પંચોલીએ તેને 3 જૂન, 2013ના રોજ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. સાથે જ રાબિયાનો દાવો છે કે જિયા ખાન ની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે CBI એ તમામ એંગલથી આ મામલાની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ આત્મહત્યાનો મામલો છે.

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું,એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પાર્ટીની સ્થિતિ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક,અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં હવે તમામ પોલિંગ સ્ટેશન પર CCTV કેમેરા લગાવવામાં આવશે!