પાકિસ્તાનમાં, મંદિરો પર હુમલો થવાના સમાચાર વારંવાર આવતા રહે છે. તાજેતરનાં સમાચાર છે કે, પાકિસ્તાનનાં રાવલપિંડી શહેરમાં એક હિન્દુ મંદિર પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. મંદિર લગભગ 100 વર્ષ જૂનું હતું. પોલીસને અપાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મંદિરનાં નવીનીકરણનું કામ ચાલુ છે.

આંશિક રાહત / દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરીમાં જોવા મળ્યો એકંદરે સુધારો
ફરિયાદ અનુસાર, મંદિર શહેરનાં કીલા વિસ્તારમાં આવેલું છે. લગભગ 10 થી 15 લોકોનાં જૂથે મંદિર પર હુમલો કર્યો અને ઉપરનાં માળનાં મુખ્ય દરવાજા અને અન્ય એક દરવાજાની સાથે સીડીઓને પણ તોડી નાખી. પાકિસ્તાનનાં સૌથી મોટા ન્યૂઝ પેપર, ધ ડોનમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ઇવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી) નોર્ધન ઝોનનાં સિક્યુરિટી ઓફિસર, સૈયદ રઝા અબ્બાસ ઝૈદીએ રાવલપિંડીનાં બન્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, છેલ્લા એક મહિનાથી મંદિરનાં નિર્માણ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંદિરમાં કેટલુક અતિક્રમણ થયુ હતુ જેને 24 માર્ચે હટાવવામાં આવ્યુ હતુ. આવુ તે સ્થિતિમાં બન્યું છે જ્યારે મંદિરમાં કોઈ મૂર્તિ રાખવામાં આવી નથી કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ શરૂ થઈ નથી. સૈયદ રઝા અબ્બાસ ઝૈદીએ આવુ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પહેલા મંદિરની બહાર કેટલાક લોકોએ ટ્રેક લગાવીને જમીનનો ગેરકાયદેસર કબજો કર્યો હતો, જેને હટાવવાને લઇને પણ વિવાદ થયો હતો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

કોરોના સંક્રમિત / પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ
ગયા વર્ષે ડિસેમ્બરમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનાં કોહાટ જિલ્લામાં સ્થાનિક મૌલવીઓની આગેવાની હેઠળમાં બેકાબુ ભીડે એક પ્રાચીન હિન્દુ મંદિરને તોડી દીધુ હતું. એટલું જ નહીં કટ્ટરવાદીઓએ ધર્મ વિરોધી સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મંદિરને આગ ચાંપી દીધી હતી. આપને જણાવી દઇએ કે, માત્ર પાકિસ્તાન જ નહી પણ તાજેતરમાં બાંગ્લાદેશમાં પણ મંદિરો પર હુમલો થયો છે. થોડા દિવસો પહેલા વડા પ્રધાન મોદી બાંગ્લાદેશનાં પ્રવાસે ગયા હતા, જે દરમિયાન તેમનો ઘણો વિરોધ થયો હતો. વળી આ સમયે હિન્દુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો અને ઘણા લોકોનો આ હુમલાઓમાં ભોગ લેવાયો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
