US News:અમેરિકા(America)માં રહેતા 31 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિને 35 વર્ષની જેલની સજા (Punishment)ફટકારવામાં આવી છે. યુ.એસ.ની ફેડરલ કોર્ટે આ વ્યક્તિને અનેક બાળકોના જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યો છે.
શું છે આરોપ?
ભારતીય મૂળના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ટીનેજર હોવાનો અને સગીર છોકરાઓ અને છોકરીઓ સાથે મિત્રતા કરવાનો અને તેમનો વિશ્વાસ જીતવાનો આરોપ છે. ત્યારબાદ આ વ્યક્તિ તેમને ચાઈલ્ડ પોર્નોગ્રાફી વગેરે સંબંધિત તસવીરો આપવાનું કહેતો અને જો તેઓ રાજી ન થાય તો તેમને ધમકાવતા હતા.
ભારતીય નાગરિક સાઈ કુમાર કુરેમુલાને ત્રણ બાળકોનું યૌન શોષણ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી રાખવા બદલ 420 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે, એમ યુએસ એટર્ની રોબર્ટ ટ્રોસ્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ વ્યક્તિ ઇમિગ્રન્ટ વિઝા પર એડમંડ, ઓક્લાહોમામાં રહેતો હતો.
કુરેમુલાએ ગુનો કબૂલી લીધો
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ચાર્લ્સ ગુડવિને ગયા અઠવાડિયે આપેલા પોતાના આદેશમાં કહ્યું છે કે તેની સજા પૂરી થયા પછી પણ કુરેમુલા જીવનભર દેખરેખ હેઠળ રહેશે. તેમણે કહ્યું કે આરોપીએ પીડિતો અને તેમના પરિવારજનોને કાયમી ઘા કર્યા છે.કેસની સુનાવણી દરમિયાન, કુરેમુલાએ કબૂલાત કરી હતી કે તેણે એક સગીરને ધમકી આપી હતી કે તે તેના ઘરે જઈને તેના માતા-પિતાને તેની અશ્લીલ તસવીરો બતાવશે. તેણે અન્ય એક સગીરને અશ્લીલ તસવીરો અને વીડિયો જાહેર કરવાની ધમકી પણ આપી હતી.
19 સગીરોનું જાતીય શોષણ
ગયા વર્ષે એપ્રિલમાં કુરેમુલા પર બાળકોના યૌન શોષણ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યો હતો. ઑક્ટોબર 2023 માં, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ પર એક એકાઉન્ટની તપાસ કરવાનું શરૂ કર્યું જેમાં એક વ્યક્તિ સગીર છોકરીઓનું જાતીય શોષણ કરી રહ્યો હતો.જ્યારે FBI એ એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસની તપાસ કરી ત્યારે આ વ્યક્તિની શોધ થઈ અને તેને એક્સેસ કરવામાં આવી. એવો આરોપ છે કે કુર્રેમુલાએ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્સ દ્વારા ઓછામાં ઓછા 19 સગીરોનું યૌન શોષણ કર્યું હતું.
આ પણ વાંચો:અમેરિકાએ ચીનનાં લોકો સાથે જાતીય સંબંધ બાંધવા પર મૂક્યો પ્રતિબંધ! કર્મચારીઓ માટે નવો નિયમ
આ પણ વાંચો:આજે રાત્રે અમેરિકા લેશે મોટો નિર્ણય, ભારત પર પણ પડશે તેની સીધી અસર
આ પણ વાંચો:અમેરિકાએ અચાનક ઇમેઇલ મોકલીને F-1 વિઝા રદ કરવાની કરી જાહેરાત, વિદ્યાર્થીઓમાં ખળભળાટ
