PM નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવાના છે. કાશી વિશ્વનાથ ધામ સંપૂર્ણપણે નવું છે અને તે 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. રૂ. 900 કરોડનાં ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં ઘણા આકર્ષણો છે પરંતુ કેટલાક પ્રતીકો પણ છે, જે એક મોટો સંદેશ આપે છે. જેમાંથી એક શંકરાચાર્ય, ભારત માતા અને અહિલ્યાબાઈ હોલ્કરની પ્રતિમાઓ છે.
આ પણ વાંચો – વારાણસી / ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચ્યા PM મોદી, ગંગામાં આસ્થાની લગાવી ડૂંબકી
જણાવી દઇએ કે, ભાજપની આગેવાની હેઠળની યુપી સરકારે ભારત માતાની પ્રતિમા દ્વારા રાષ્ટ્રવાદ જગાડવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે તે શંકરાચાર્ય દ્વારા હિંદુત્વનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, આ પ્રથમ વખત છે કે આવી જગ્યાએ અહિલ્યાબાઈ હોલ્કરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. 18મી સદીની રાણી અહિલ્યાબાઈ હોલ્કર ઈતિહાસમાં મોટી સંખ્યામાં મંદિરોનાં નિર્માણ માટે જાણીતા છે. જો કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ધાર્મિક સ્થાન પર તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મરાઠા રાણી અહિલ્યાબાઈ હોલ્કરની રાજધાની મધ્યપ્રદેશમાં નર્મદા નદીનાં કિનારે સ્થિત ઈન્દોરની દક્ષિણે મહેશ્વર ખાતે હતી. એક કુશળ યોદ્ધા અને પ્રશાસક હોવા ઉપરાંત, અહિલ્યાબાઈ હોલ્કર મંદિરોનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર માટે જાણીતા છે. જણાવી દઇએ કે, અહિલ્યાબાઈ હોલ્કરનું કાશી વિશ્વનાથ ધામ સાથે પણ જોડાણ રહ્યું છે. મંદિરનું હાલનું સ્વરૂપ 1780માં અહિલ્યાબાઈ હોલ્કરે બંધાવ્યું હતું. આ પછી 19મી સદીમાં મહારાજા રણજીત સિંહે સોનેરી છત્ર અર્પણ કર્યું હતું. આ જ કારણ છે કે PM નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરનાં પોસ્ટરો જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા PM નરેન્દ્ર મોદીને આઝાદી પછીનાં સૌથી મોટા હિંદુત્વવાદી નેતા તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમા, રામ મંદિરનું નિર્માણ અને હવે કાશી કોરિડોરથી લઈને અન્ય તમામ પરિયોજનાઓને આ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Covid-19 / બાળકોનાં ભવિષ્ય પર મહામારીની પડશે ખરાબ અસર, ઘણા બાળકો ક્યારેય નહી જઇ શકે School : રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, બાર જ્યોતિર્લિંગોમાંનાં એક, કાશી વિશ્વનાથ મંદિરને શિવ અને પાર્વતીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. તેના અવતરણો મહાભારત અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. પરંતુ આ કાશીનું વિશ્વનાથ મંદિર છે, આ વાત બહુ ઓછા ઈતિહાસકારો માને છે. પરંતુ એવું કહેવાય છે કે 11મી સદીનાં અંતમાં મોહમ્મદ ઘોરી દ્વારા જે વિશ્વનાથ મંદિરને લૂંટવામાં આવ્યું હતું અને તોડી પાડવામાં આવ્યું હતું તે આ કાશી વિશ્વનાથ મંદિર હતું.
