અકસ્માત / હળવદ હાઈ-વે પર ગાય આડી ઉતરતા કેમીકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું : લાખોનું કેમીકલ ઢોળાઈ ગયું.!

આજે વહેલી સવારે હળવદ હાઈવે પર આવે માર્કેટ યાર્ડ સામે કંડલા થી કેમિકલ ફરી અમદાવાદ જઈ રહેલ ટેન્કર પલટી મારી જતા લાખો રૂપિયાનું કેમિકલ ધોળાઈ ગયું હતું જોકે આ અકસ્માતમાં ટેન્ટર

બળદેવ ભરવાડ @હળવદ, મંતવ્ય ન્યુઝ

આજે વહેલી સવારે હળવદ હાઈવે પર આવે માર્કેટ યાર્ડ સામે કંડલા થી કેમિકલ ફરી અમદાવાદ જઈ રહેલ ટેન્કર પલટી મારી જતા લાખો રૂપિયાનું કેમિકલ ધોળાઈ ગયું હતું જોકે આ અકસ્માતમાં ટેન્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ કંડલા થી એસિડ કેસીડ નામનું કીમતી ૩૦ ટન જેટલું કેમિકલ ભરી ટેન્કર અમદાવાદ તરફ જઈ રહ્યુ હતું ત્યારે હળવદ હાઈવે પર આવેલ માર્કેટ યાર્ડ સામે વહેલી સવારે ગાય આડી ઉતરતા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ટેન્કર પલટી ખાઇ જતાં તેમાં રહેલ લાખો રૂપિયાનું કીમતી કેમિકલ ઢોળાઈ ગયું છે જોકે કેમિકલ ધોળાઈ જતા તેની દુર્ગંધના કારણે આજુબાજુ માં રહેતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment