રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના છઠ્ઠા દિવસે બોમ્બ વિસ્ફોટ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. આ વાતની પુષ્ટિ કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, કર્ણાટકના હાવેરીના આ ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ ત્યારે થયું જ્યારે મંગળવારે રશિયન સૈનિકોએ સરકારી ઈમારતને ઉડાવી દીધી. મૃતક વિદ્યાર્થીની ઓળખ 21 વર્ષીય નવીન શેખરપ્પા તરીકે થઈ છે, જે કર્ણાટકના ચલાગેરીનો રહેવાસી છે. દરમિયાન આ ઘટના પર દેશભરમાં લોકોએ શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ વિપક્ષે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો:યુક્રેનનાં ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે જાણકારી આપી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનનો જીવ ગુમાવવાના દુઃખદ સમાચાર મળ્યા. તેના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના. હું ફરી કહું છું કે, ભારત સરકારને સુરક્ષિત સ્થળાંતર માટે વ્યૂહાત્મક યોજનાની જરૂર છે. દરેક મિનિટ કિંમતી છે. ”
Received the tragic news of an Indian student Naveen losing his life in Ukraine.
My heartfelt condolences to his family and friends.
I reiterate, GOI needs a strategic plan for safe evacuation.
Every minute is precious.
— Rahul Gandhi (@RahulGandhi) March 1, 2022
કોંગ્રેસના સાંસદ અધીર ચૌધરીએ ટ્વિટર પર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું, “ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની હૃદયદ્રાવક ઘટના વિશે જાણીને હું એકદમ આઘાત અને દુઃખી છું. પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. આખો દેશ ભારતના એ અસહાય વિદ્યાર્થીઓ સાથે ઉભો છે.ભગવાન તેમને બચાવે.
I am absolutely shocked and morose by learning the heart rending incident of death of Indian students. @narendramodi ji should focus on evacuation of Indian students from the war-torn #Ukraine than election
(1/2)
— Adhir Chowdhury (@adhirrcinc) March 1, 2022
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું કે, “યુક્રેનના ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર દુઃખદ છે. હું ભારત સરકારને ફરીથી વિનંતી કરું છું કે ઉચ્ચ સ્તરે વાતચીત કરીને તમામ ભારતીયોને યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢે. આ અંતર્ગત યુક્રેન સંજોગોમાં, ભારતીયોને તેમની મરજી પર છોડવા જોઈએ નહીં.”
यूक्रेन के खारकीव में भारतीय छात्र श्री नवीन की मृत्यु का समाचार दुखद है। मैं भारत सरकार से पुन: निवेदन करता हूं कि उच्चतम स्तर पर वार्ता कर सभी भारतीयों को यूक्रेन से सुरक्षित बाहर निकाला जाए। यूक्रेन की परिस्थितियों में भारतीयों को अपने हाल पर नहीं छोड़ा जाना चाहिए।
— Ashok Gehlot (@ashokgehlot51) March 1, 2022
