દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે અભિનેતા આમિર ખાન પણ કોવિડ 19 પોઝિટિવ બન્યો છે. કોરોના પોઝિટિવ મળ્યા પછી, આમિર ખાન ઘરમાં જ ક્વોરેન્ટીન થઇ ગયો છે.
આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘મિસ્ટર આમિર ખાન કોવિડ 19 પોઝિટીવ મળી આવ્યા છે. તે ઘરે જ ક્વોરેન્ટીનમાં છે અને તમામ પ્રોટોકોલોનું પાલન કકરી રહ્યા છે. તેઓ હાલ ઠીક છે છેલ્લા ઘણા દિવસોમાં જે કોઈપણ તેમના સંપર્કમાં આવ્યા છે તેમણે પણ સાવચેતી રૂપે તેમનો કોરોના ટેસ્ટ કરવો જોઈએ અને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.
Aamir Khan has tested positive for COVID-19. He is at home in self-quarantine, following all the protocols and he’s doing fine. All those who came in contact with him in the recent past should get themselves tested as a precautionary measure: Spokesperson of Aamir Khan. pic.twitter.com/85j4MDmadr
— ANI (@ANI) March 24, 2021
એક રિપોર્ટ મુજબ આમિર ખાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આમિરે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, જે પોઝિટિવ આવ્યા બાદ તે હોમ ક્વોરન્ટાઇન થઇ ગયો છે. આમિર કોરોના પોઝિટિવ હોવાને કારણે તેનું કામ પણ અટકી ગયું છે. તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, તે ફરીથી લાલ સિંહ ચઢ્ઢા માટે શૂટિંગ શરૂ કરશે.
નોંધનીય છે કે, 14 માર્ચના રોજ આમિર ખાને પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેના એક દિવસા બાદ જ તેમણે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ તેને ફઇલ્મ ‘કોઈ જાને ના’ના ગીત હર ફન મૌલામાં જોવા મળ્યા હતા. આ ગીતમાં તે અલી અવરામની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે આમિર ખાનની સાથે કામ કરનાર 7 કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં કેટલાક તેમના સુરક્ષાકર્મી, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનાર નોકર પણ સામેલ હતા.
આપને જણાવી દઈએ કે, માર્ચ મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક પછી એક બોલીવૂડ સ્ટાર્સ આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આમિર ખાન પહેલા રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, મનોજ બાજપેયી, સિદ્ધંત ચતુર્વેદી, તારા સુતરિયા અને સતિષ કૌશિક જેવા બોલીવુડ કલાકારો કોરોના વાયરસથી ઝપેટમાં આવી ચુક્યા છે.
