આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ ‘મિશન સહારા’ શરૂ કર્યું છે. આ બેઘર અને નિરાધાર લોકોને મદદ કરવાની પહેલ છે. મિશન સહારા હેઠળ દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (ડૂસિબ) ની ટીમે ઠંડીથી બચવા માટે દિલ્હીમાં બેઘર લોકોને આશ્રય અને ધાબળા પૂરા પાડ્યા હતા.
શેરીઓમાં સૂતાં લોકોને ઓળખવા માટે ટીમો બનાવવામાં આવી છે. આ મિશન અંતર્ગત જરૂરીયાતમંદ લોકોને દિલ્હીમાં ગરમ ધાબળા આપીને આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ માટે મોડી સાંજે રસ્તાઓને ડૂસિબ વાન સાથે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, ડૂસિબની મદદથી આ અભિયાન દિવસનાં 24 કલાક ચલાવવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદોને ઓળખી અને સંબંધિત અધિકારીઓને જાણ કરે છે. આ સિવાય ડૂસિબ પાસે મોબાઈલ એપ પણ છે. જ્યાં જરૂરિયાતમંદ લોકોનું સ્થાન ચિહ્નિત કરી દેવામાં આવે છે જેથી શક્ય તેટલી વહેલી તકે સહાય પૂરી પાડી શકાય.
રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, મિશન સહારા દ્વારા, જેમને સૌથી વધુ જરૂર છે તેમને ગરમ બિસ્તર આપવાનું લક્ષ્ય છે. ઘણા લોકો માટે, દરરોજ રાત્રે અસ્તિત્વ માટેની લડત હોય છે. ગરમ ધાબળા આપીને આશ્રયસ્થાનમાં ખસેડવું એ તેમના સંઘર્ષને ઘટાડવાની દિશામાં એક નાનું પગલું છે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને અત્યંત નીચા તાપમાનને કારણે સરદી જબરદસ્ત બની ગઇ છે. હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે, આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે.
રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, મિશન સહારા એ સુનિશ્ચિત કરવાની રીત છે કે કોઈને પણ કડકડતી ઠંડીમાં મૂળભૂત આવશ્યકતાઓ માટે સંઘર્ષ ન કરવો પડે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં દિલ્હીમાં ઠંડી વધવાની સંભાવના છે. મારી ફરજ છે કે મતદારક્ષેત્રમાં કોઇને પણ ઠંડા વાતાવરણમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે. શિયાળો પૂરો થાય ત્યાં સુધી મિશન સહારા દ્વારા મદદ કરવાનું ચાલુ રખાશે.
Covid-19 / ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત
Election / સોમવાર થી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ભાજપ-કોંગ્રેસ સિવાયના રાજકીયપક્ષ પણ સક્રિય
Political / હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
