- પ્રથમ તબક્કામાં કોર્પો. માટે ઉમેદવાર પસંદગી કવાયત
- 6 ફેબ્રુઆરી સુધી કોર્પો. ઉમેદવારોની આખરી ઉમેદવારી
- ક્રોપે. માટે ઉમેદવારોનું આખરી ચિત્ર 9 ફેબ્રુ.એ સ્પષ્ટ થશે
- ભાજપ-કોંગ્રેસ રાજકીયપક્ષોની મિટીંગનો સતત દોર
- ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 1 થી 3 ફેબ્રુઆરી
- કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના અજ્ઞાત સ્થળે બેઠકનો દોર
- 11 હજાર કરતાં વધુ મતદાનમથકો પર મતદાન
- 3 હજાર 800 કરતાં વધુ સંવેદનશીલ મતદાન મથકો
@અરૂણ શાહ , મંતવ્ય ન્યૂઝ , અમદાવાદ
ગુજરાતમાં 6 કોર્પોરેશનની પ્રથમ તબક્કાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. તારીખ-1 – ફેબ્રુઆરી – સોમવાર થી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયાના પ્રારંભ સાથે જ મુખ્યરાજકીયપક્ષ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીયપક્ષ હવે ચૂંટણી પ્રક્રિયામાં સતત વ્યસ્ત બનશે અને ચૂંટણી વાતાવરણ જામશે.
ગુજરાતમાં અમદાવાદ – રાજકોટ – વડોદરા – સુરત – ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્યચૂંટણીપંચે શાંતિપૂર્ણ વાતાવરણમાં , કોરોના ગાઇડલાઇન સાથે , કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે રીતે ચૂંટણી યોજવા તૈયારીને આખરી ઓપ આપ્યો છે. જાહેરનામંા પ્રસિદ્ધ થતાં જ તમામ છ કોર્પોરેશનમાં ચૂંટણી માહોલ જામશે.
જાહેરાનામાની વિગત

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરવા રાજ્ય ચૂંટણી પંચે તૈયારીને આખરી ઓપ આપ્યો છે.
મતદાન માટેની વિગત

રાજ્યની 6 કોર્પોરેશનમાં ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ મુખ્યરાજકીયપક્ષ સહિતના પક્ષોએ મિટીંગનો દોર શરૂ કર્યો છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજાશે. પાર્લામેન્ટરીબોર્ડ દ્વારા ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. કોંગ્રેસ તરફી આંતરિક વિવાદ છેડાય નહીં તેની તકેદારી રાખવામાં આવી છે. પરિણામે જ ગાંધીનગર જિલ્લાના કોઇ અજ્ઞાત સ્થળે મિટીંગનો દોર યથાવત રાખ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , પ્રભારી રાજીવ સાતવ અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યાં છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસની નિશ્ચિત બેઠકની યાદી , બીજા તબક્કામાં કોંગ્રેસની સલામત બેઠક અને ત્યારબાદ અંતિમ યાદી આંતરિક વિવાદ બાદ જાહેર કરાશે. પ્રથમ તબકકામાં 21 ફેબ્રુઆરી પછીના સપ્તાહમાં બીજા તબક્કામાં આયોજીત નગરપાલિકા-જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું જાહેરનામું 8 ફેબ્રુઆરીએ બહાર પડશે.
Politics / અહીં 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, અને ભાજપના વિકાસરથમાં થયા સવાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
