Not Set/ અસદુદ્દીન ઓવૈસીએ મોદી-શાહને ફેંક્યો પડકાર : કહ્યું અહીંથી ચુંટણી જીતીને બતાવે મોદી

નવી દિલ્હી, ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લીમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. એમણે કહ્યું કે હું કોઈને પણ હૈદરાબાદથી એઆઈએમએઆઈએમ વિરુદ્ધ ચુંટણી લડવાનો પડકાર ફેંકુ છુ. પીએમ મોદી અને અમિત શાહ અહીના ચુંટણી મેદાનમાં ઉતરી બતાવે. Challenge anyone to fight All India Majlis-e-Ittehadul Muslimeen(AIMIM) […]

Top Stories India

નવી દિલ્હી,

ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લીમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. એમણે કહ્યું કે હું કોઈને પણ હૈદરાબાદથી એઆઈએમએઆઈએમ વિરુદ્ધ ચુંટણી લડવાનો પડકાર ફેંકુ છુ. પીએમ મોદી અને અમિત શાહ અહીના ચુંટણી મેદાનમાં ઉતરી બતાવે.

આટલું જ નહિ ઓવૈસીએ આ પડકારમાં કોંગ્રેસને પણ શામેલ કરી છે. એમણે કહ્યું કે હું કોંગ્રેસને પણ ચુંટણી લડાવાનો પડકાર ફેંકું છું. આ સાથે ઓવૈસી આગળ કહ્યું કે બંને પાર્ટીઓ અહી સાથે ચુંટણી લડીને પણ નહિ જીતી શકે.

ઓવૈસીએ મુખ્તાર અબ્બાસ નકવીના નિવેદન પર કહ્યું કે તથ્ય એ પણ છે કે મુસ્લિમ ક્યાર પણ વોટ બેંક નથી રહ્યા. મુસ્લિમોને હમેશા વોટ બેંક દર્શાવીને ઠગવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા ઓવૈસીએ મુસલમાનોને કહ્યું હતું કે, તેઓ મુસ્લિમ ઉમેદવારને જ વોટ આપે.