Bollywood/ એક્ટર અક્ષય કુમારને દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરની ડેબ્યૂ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટાઈટલ બદલવાની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

Top Stories Entertainment
અક્ષય

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરની ડેબ્યૂ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટાઈટલ બદલવાની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. અરજીકર્તાએ કહ્યું કે જે રીતે મહાન યોદ્ધા પૃથ્વીરાજના નામનો ફિલ્મના શીર્ષકમાં સન્માનજનક સંબોધન વિના ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે.

પૃથ્વીરાજ

ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ 10 જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત માનુષી છિલ્લર, સોનુ સૂદ, સંજય દત્ત મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનુ સૂદ મહાકવિ ચંદ બરદાઈના રોલમાં જોવા મળશે, જ્યારે માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં જોવા મળશે.

પૃથ્વીરાજનું ટીઝર

આપને જણાવી દઈએ કે ચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો નામના પ્રખ્યાત હિન્દી ગ્રંથની રચના કરી હતી. ફિલ્મમાં સંજય દત્ત કાકા કાન્હાનું પાત્ર ભજવી રહ્યો છે. અક્ષય કુમારની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી જેમાં સારા અલી ખાન અને ધનુષ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :રાખી સાવંતની જેમ મીકા સિંહ પણ બનાવશે નેશનલ ટીવી પર સ્વયંવર,જાણો વિગત

આ પણ વાંચો :શબાના આઝમીની ભત્રીજી સાથે અડધી રાત્રે ટેક્સી ડ્રાઈવરે કર્યું આવું કૃત્ય, અભિનેત્રીએ કહ્યું અસહ્ય

આ પણ વાંચો :આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે કરી બમ્પર કમાણી, જાણો કેટલું થયું કલેક્શન

આ પણ વાંચો :એકતા કપૂર પર લાગ્યો કોન્સેપ્ટ ચોરીનો આરોપ, કંગના રનૌતના શોને મળી શકે છે બ્રેક