Bollywood/ આમિર ખાન સાથે કામ કરી ચુકેલા આ એક્ટરે સાઇના નહેવાલની માંગી માફી, જાણો શું છે મામલો

સાઇના નેહવાલ વિશેની કથિત ટિપ્પણીને કારણે ટીકાનો ભોગ બનેલા અભિનેતા સિદ્ધાર્થે મંગળવારે બેડમિન્ટન ખેલાડીની માફી માંગી હતી.

Entertainment
સિદ્ધાર્થ અને સાઇના

સાઇના નેહવાલ વિશેની કથિત ટિપ્પણીને કારણે ટીકાનો ભોગ બનેલા અભિનેતા સિદ્ધાર્થે મંગળવારે બેડમિન્ટન ખેલાડીની માફી માંગી હતી. અભિનેતાએ 6 જાન્યુઆરીએ નેહવાલની એક પોસ્ટને રીટ્વીટ કરી હતી જેમાં તેણે 5 જાન્યુઆરીએ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો – ઉદ્વઘાટન / આજે PM મોદી પુડુચેરીમાં 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે,તમિલનાડુને મળશે નવી 11 મેડિકલ કોલેજ

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થને બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ વિરુદ્ધ ‘અભદ્ર અને અયોગ્ય’ ટ્વીટ કરવુ ભારે પડી રહ્યુ છે. બેડમિન્ટન ખેલાડી પર ટિપ્પણી કરીને વિવાદોમાં ઘેરાયેલા સિદ્ધાર્થની સોશિયલ મીડિયા પર ચારેબાજુ ટીકા થઈ રહી છે. લોકો તેમના ટ્વીટ એકાઉન્ટને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. મામલો જોર પકડતો જોઈને સિદ્ધાર્થે હવે સાઈનાની માફી માંગી છે અને ખેલાડીનાં વખાણ કરતા કહ્યું છે કે તમે હંમેશા મારા માટે ચેમ્પિયન રહેશો. સિદ્ધાર્થે સાઇનાની માફી માંગતું ટ્વીટ કર્યું છે, જેમાં તેણે તેના દ્વારા લખેલી લાંબી નોટ શેર કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “ડિયર સાઇના, તમારી એક ટ્વીટને લઈને મેં તાજેતરમાં કરેલી મારી મૂર્ખ મજાક માટે હું તમારી પાસે માફી માંગવા માંગુ છું. હું ઘણી બધી બાબતો પર તમારી સાથે અસંમત હોઈ શકું છું, પરંતુ તમારી ટ્વીટ વિશે મને જે દુઃખ અથવા ગુસ્સો આવ્યો છે, તેને લઇને મારા દ્વારા ઉપયોગ કરવા આવેલા ખરાબ શબ્દોને સાચા સાબિત નથી કરી શકાતો.” નોટની છેલ્લી લાઇનમાં, અભિનેતાએ સાઇનાનાં વખાણ કર્યા અને લખ્યું – તમે હંમેશા મારા ચેમ્પિયન રહેશો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આમિર ખાનની ફિલ્મ ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મે બદ્દૂર’માં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

https://twitter.com/Actor_Siddharth/status/1480962679032324097?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1480962679032324097%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-actor-siddharth-apologises-to-saina-nehwal-for-objectionable-remarks-tweet-said-i-can-disagree-on-many-things-but-5554800.html

નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં જ સાઇના નેહવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે વડા પ્રધાનની સુરક્ષામાં ખામી પર ચિંતા વ્યક્ત કરી હતી અને પંજાબ સરકારની નિંદા કરી હતી. તેમણે લખ્યું કે, જો વડાપ્રધાન સુરક્ષિત નથી તો અન્ય કોઈ કેવી રીતે સુરક્ષિત રહેશે. સિદ્ધાર્થે સાઈના પર સવાલ ઉઠાવતા વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો.