ગુજરાત હાઇકોર્ટે/ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની પૂરતી તૈયારી : ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યું 82 પાનાનું સોગંદનામું

કોરોનાની ગુજરાતમાં વખતે થતી સ્થિતિના ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી અને સરકારનો ઉધો લીધા બાદ સરકાર હરકતમાં આવી ગઇ છે.સરકારે એક અઠવાડિયામાં બીજી વખત સોગંદનામું રજૂ કર્યું છે.રાજ્યમાં 

Top Stories Gujarat

કોરોનાની ગુજરાતમાં વખતે થતી સ્થિતિના ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી અને સરકારનો ઉધો લીધા બાદ સરકાર હરકતમાં આવી ગઇ છે.સરકારે એક અઠવાડિયામાં બીજી વખત સોગંદનામું રજૂ કર્યું છે.રાજ્યમાં  કોરોના વાયરસનાં  આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે.

 

 રાજ્ય સરકારે કોરોનામાં ઉભી થયેલી સ્થિતિને પહોંચીવળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે તેમજરાજ્યમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતને પહોંચી વળવા સરકાર સક્ષમ- રાજ્યમાં જિલ્લા સ્તરે RTPCR ટેસ્ટિંગ માટે માળખું ઉભું કરવા સરકાર કામ કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

સરકારે વધુમાં જણાવ્યું  કેરાજ્યમા RTPCR ટેસ્ટ માટે  98 કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત જેમાંથી 27 સરકારી અને 55 પ્રાઇવેટ લેબોરેટરી નો સમાવેશ થાય છે.આ ઉપરાંત અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થા કરી છે તેમજવસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં પણ આ વ્યવસ્થા કરી ઉભી કરી રહ્યા છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ વ્યવસ્થામાં દરરોજ 2થી 3 હજાર ટેસ્ટ કરતા હોવાનો તેમજ 79444 કોવિડ દર્દીઓ માટે રાજ્યમાં અલગ બેડવ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનામાં દર્દીઓને યોગ્ય સુવિધાઓ આપવા રાજ્ય સરકારે IAS અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે જે અન્વયે આગામી દિવસોમાં GMDCમાં આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર સેન્ટર કેન્દ્ર સરકાર તેમજ  DRDOની સહયોગથી કરાશે.અમદાવાદની સમરસ હોસ્પિટલમાં 500 તેમજ નિકોલ 120 બેડની હોસ્પિટલ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં  વ્યવસ્થા કરાશે.રાજ્ય સરકાર ડેશ બોર્ડ ઉભું કર્યું છે, જેમાં રોજના કોરોના કેસો મૃત્યુઆંક રિકવર થયેલા દર્દીઓના આંકડા પ્રસિદ્ધ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.